આકાશી વીજળીને લઈને અમુક જાણકારી | Fact


વીજળી

  • મિત્રો અત્યારે વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે અવાર-નવાર વીજળી પડવાની ઘટનાઓ વિશે તમે સમાચારમાં સાંભળતા જ હશો.
  • ભારતમાં બિહાર અને તેના આજુબાજુના વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓના સમાચાર બહુ સાંભળ્યા હશે.
  • અને હાલના સમયની વાત કરવામાં આવે તો ભારતમાં વીજળી પડવાની ઘટનાઓ બહુ બને છે.
  • તો આજે આપણે આ વીજળી પડવાની ઘટના વિશે અમુક અગત્યની જાણકારી લઈશું જે તમને ગણી ઉપયોગી નીવડશે.
વીજળી વિશે અમુક Facts
  • અત્યારના સમય પ્રમાણે વીજળી પડવાના કારણે ૧ વર્ષમાં આખા વિશ્વમાં ૪૦૦૦ કરતા પણ વધારવા લોકોના મૃત્યુ થાય છે.
  • એક અભ્યાસ મુજબ વીજળીના એક કડાકામાં આશરે ૧૦ કરોડ વોલ્ટ જેટલો પાવર હોય છે. 
  • અને એના એક કડાકામાં ૧૦,૦૦૦° c કરતા પણ વધારે ગરમી હોય છે.
  • વીજળી જો સીધી કોઈક માણસ પર પડે તો તે માણસના નર્વસ સિસ્ટમ પર અસર કરે છે જેના લીધે હાર્ટ એટેક આવે છે અને માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. જો કે વીજળી પડવાથી બધા લોકોનું મૃત્યુ નથી થતું પરંતુ જે લોકો બચી જાય છે તેમને શરીરની અપંગતા આવવાની ઘટના સામે આવી છે.
  • વીજળી થતી હોય ત્યારે ઝાડ નીચે ન ઉભા રહેવું જોઈએ. કારણકે વીજળી જ્યારે કોઈ ઝાડ પર પડે છે ત્યારે ઝાડમાં રહેલા ભેજના કારણે ત્યાં વિસ્ફોટ થવાનું જોખમ વધારે રહેલું હોય છે.
  • વીજળી પડે ત્યારે આપણને લાઈટ પહેલા જોવા મળે છે અને અવાજ પછી કારણકે લાઈટની ગતિ અવાજની ગતિ કરતા વધુ હોય છે.




Post a Comment

0 Comments