સિદ્ધપુરનો મેળો (કાત્યોકનો મેળો)



  • સિદ્ધપુરનો મેળો પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે ભરાય છે.
  • આ મેળો કારતક સુદ પૂનમના દિવસે ભરાતો હોવાથી મેળાને 'કારતકી પૂર્ણિમાનો મેળો' પણ કહેવાય છે.
  • અને આ મેળાને કાત્યોકના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • સિદ્ધપૂરના મેળામાં બહુ મોટા પ્રમાણમાં લોકો દૂર દૂર થી આવે છે.
  • કહેવાય છે કે કાત્યોકના મેળામાં મોટા પ્રમાણમાં ઉંટની લે-વેચ થાય છે.
  • સરસ્વતી નદી જે સિદ્ધપુર શહેરની બાજુમાંથી નીકળે છે. તેને કુવારિક નદી પણ કહેવાય છે.કેમકે આ નદી કચ્છના રણને મળે છે. અને દરિયાને મળતી નથી. તેથી જે નદી દરિયાને ના મળે તેને કુંવારીકા નદી પણ કહેવાય છે.
  • કહેવામાં આવે છે કે સરસ્વતી નદી કિનારે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે. તેથી મેળામાં ઘણા લોકો શ્રાદ્ધ માટે પણ આવે છે.
  • અહીં સૌથી પહેલું માતૃશ્રાદ્ધ ભગવાન પરશુરામે કરેલું છે.
  • આ મેળામાં ગુજરાતી લોકનૃત્યો પણ જોવા મળે છે. તેને જોવા માટે પણ મોટો માનવ મહેરામણ ઉમટી પડે છે.
  • જો તમે કારતકીપૂર્ણિમા એ પાટણ જાવ તો સિદ્ધપુરના આ મેળામાં જરૂર જજો.

Post a Comment

0 Comments