ગુજરાતમાં ફરી એક વખત ઝેરી દારૂ પીવાના કારણે 28થી વધુ લોકોના મૃત્યુ ॥ લઠ્ઠા કાંડ


  • ઝેરી દારૂ પીવાની આ ઘટના બોટાદના બરવાળા વિસ્તારમાં બનેલી છે.
  • આ પહેલા આવી ઘટના ઇ..સ. ૨૦૦૯માં અમદાવાદમાં બની હતી ત્યારે અશરે 100 કરતા પણ વધારે લોકોના મૃત્યુ થયા હતા.
  • આમ તો ગુજરાત રાજ્ય એક ડ્રાય સ્ટેટ છે. પરંતુ આમ છતા અમુક લોકો પૈસા કમાવા માટે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હોય છે. અને અમુક વાર તેઓને દારૂમાં આલ્કોહોલ કેટલા પ્રમાણમાં નાખવો તેનો ખ્યાલ હોતો નથી જેના કારણે જ આવી લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બનતી હોય છે.
   હવે, આ દારૂ શા માટે બને છે ? અને આ દારૂ પીવાના કારણે લોકોના મૃત્યુ શા માટે થાય છે ? તેની વિસ્તૃતમાંં વાત કરીયે તો !!                                                                                                                                                 
  • સમાન્ય રીતે જ્યારે આલ્કોહોલ બનાવામાં આવે છે ત્યારે તેમાં પાણી અને ઇથેનોલનો જઠ્ઠો પુરતા પ્રમાણમાં જ ભેરવીને બનાવામાં આવે છે. 
  • પરંતુ જ્યારે દેશી દારૂ ભઠ્ઠીમાં દારૂ બાનાવતી વખતે અમુક વાર તેઓ વધારે પૈસા કમાવા માટે મિથેનોલ(Ch3OH)નો ઉપયોગ કરે છે અને આ મિથેનોલ વાળો દારૂ મિથાઇલ આલ્કોહોલ કહેવાય છે જે એક ઝેરી પદર્થ છે અને આ વધારે પ્રમાણ વાળો દારૂ ઝેરી બની જાય છે અને તેને લઠ્ઠા તરીકે પણ ઓળખવામા આવે છે.
  • મિથાઇલ આલ્કોહોલનો ઉપયોગ કેમિકલ, પેઇંટ, દવાઓ માટે, વગેરે જેવી જગ્યાએ થાય છે.
  • અને આવા દારૂનો ઉપયોગ કરવામાં આવે છે જે મિથેનોલ ઝેરી છે તેના ૧૦ mlના ઉપયોગના કારણે પણ માણસની આંખો જતી રહે છે.
  • અને આ દારૂ જો કોઇને પીવામાં આવે તો તેઓને સ્વસ્થ્ય સંબધી બિમારીઓ થઈ શકે છે અને આ દારૂના કારણે ઘણા લોકોના મૃત્યું પણ નિપજી શકે છે. જે તમે સમાચારોમાં વાંચ્યું જ હશે.
  • અને આ લઠ્ઠા વાળા ઝેરી દારૂના કારણે જ આ કાંડને લઠ્ઠાકાંડ તરીકે ઓળખીએ છીએ.   



                                                                                                                                                                                                                                                            

Post a Comment

0 Comments