સિદ્ધપુર || રુદ્ર મહાલયા ॥ સરસ્વતી નદી

 સિદ્ધપુર

 👉 સિદ્ધપુરના પ્રાચીન નામ :- 'સિદ્ધક્ષેત્ર' &  'શ્રી સ્થળ' 

  • સિદ્ધપુર ગુજરાતના ઉત્તરે પાટણ જિલ્લામાં આવેલું એક નગર છે. સિદ્ધપુરનું નામ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના નામ પરથી પાડવામાં આવેલું છે. આ શહેરનો ઉલ્લેખ ઋગ્વેદમાં દાશુ ગામ તરીકે કરવામા આવેલો છે.
  • આ શહેર પવિત્ર સરસ્વતી નદી કિનારે વસેલું છે. પાંડવો ધ્વારા અહિંયા અજ્ઞાત વાસ કર્યો હોવાનું પણ માનવામાં આવે છે.
  • સિદ્ધપુરમાં માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત બિંદુ સરોવર આવેલુ છે. એક લોકવાયકા પ્રમાણે કહેવામાં આવે છે કે આ બિંદુ સરોવરમાં ભગવાન પરશુરામે માતૃશ્રાદ્ધ કર્યુ હતુ. અને આ વિસ્તારને 'માતૃગયા' પણ કહેવામાં આવે છે.
  • સિદ્ધપુરમાં ગુજરાતનું સૌથી મોટુ અંતિમધામ આવેલું છે. અને અહિયા સૌ-પ્રથમ વાર ઓનલાઇન અંતિમ-સંસ્કાકારનાં દર્શન કરાવામાં આવ્યા હતા. એટલે કે આ સ્મશાનગૃહ ઇંટરનેટથી સરભર છે.
  👉 સિદ્ધપુરના ઇતિહાસની વાત કરવામા આવે તો 👈
  • ઇ.સ.ની ૧૦મી સદીમાં મુળરાજ સોલંકી દ્વારા અહિંયા "રુદ્રમહાલય"નું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઇ.સ. ૧૧૪૦માં સિદ્ધારાજ જયસિંહ દ્વારા આ રુદ્રમહાલયનો જિર્ણોદ્ધાર કરાવામાં આવ્યો હતો. પરંતુ ઇ.સ. ૧૨૯૮માંં પાટણ પર આક્રમણ વખતે અલાઉદ્દીન ખીલજી દ્વારા તેનો ધ્વંશ કરાવામાં આવ્યો હતો.
  • ભવાઈના પિતા અસાઇત ઠાકોરનો જન્મ ૧૪મી સદીમાં અહિયા થયો હતો. તથા સાંખ્યા દર્શનના રચયિતા કપિલ મુનિની જન્મભૂમી પણ સિદ્ધપુર છે.
  • ૪થી સદીમાં ઇરાનથી મોટા ભાગના ગુર્જરો આહિયા સ્થાયી થયા હતા.
 👉 સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કાંઠે કાર્તકિ પુર્ણિમાના દિવસે "કાત્યોકનો મેળો" ભરાય છે. જ્યાં મોટા-પાયે ઊંટની લે-વેચ થાય છે.
👉 સિદ્ધપુરમાં બિંદુ સરોવર, સિદ્ધસર તળાવ અને અલ્પા સરોવર આવેલું છે.

રુદ્ર મહાલયા

બિંદુ સરોવર


 

Post a Comment

0 Comments