કચ્છ રણોત્સવ ॥ સફેદ રણ ઉત્સવ

 કચ્છ રણોત્સવ

  • કચ્છ રણોત્સવ કચ્છ જિલ્લાના ધોરડો ગામ ખાતે ઉજવામાં આવે છે. અહિયા એક માત્ર સફેદ રણ છે. આ સફેદ રણમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
  • કચ્છ રણોત્સવ ઉજવાની શરૂઆત ઇ.સ. ૨૦૦૮માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેંદ્ર મોદીજી દ્વારા કરવામાં આવી હતી.
  • કચ્છ રણોત્સવ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ઉજવામાં આવે છે. આ રણોત્સવ ૩ મહિના જેટલો ચાલે છે.
  • અહિયા સફેદ રણમાં પૂનમની રાત્રે ચંદ્રમાના દર્શનનો નજારો કઈક અલગ જ હોય છે. તેથી મોટા ભાગના લોકો આ દ્રશ્ય નિહાળવા ખાસ આ પૂનમનો સમય વધારે પસંદ કરે છે.
  • રણોત્સવના કારણે કચ્છમાં પ્રવાસન ઉદ્યોગનો વિકાસ સારો એવો થયો છે.
  •  રણોત્સવમાં કચ્છની જીવન શૈલી ઉપરાંત ત્યાની હસ્તકળા કારીગરી અને સંસ્કૃતિના દર્શન પ્રવાસીઓને કરાવામાં આવે છે.
  • રણોત્સવમાં પ્રવાસીઓને રહેવા માટે ટેન્‍ટ તથા ભુંગાની સગવડ કરી આપવામાં આવે છે. 
  • આ ઉત્સવમાં નજીકના વિસ્તારના લોકો પોતાના સમુદાયની સંસ્કૃતિનું અલગ જ દર્શન કરાવે છે. જેમાંં સંગીત, નૃત્ય, શિલ્પ તથા તેમના પારંપરિક ડ્રેસ, વગેરેનુંં દર્શન કરાવે છે. અને અલગ-અલગ વિસ્તારના લોકો પોતાની શૈલીના નૃત્યો અને સંગીત રજૂ કરે છે. 
  • અને આ રણોત્સવમાં તમને ત્યાની શૈલીના કપડા, અલંકારો, લાકડાનાં શિલ્પો વગેરે સંસ્કૃતિક વસ્તુઓ વેચાતી જોવા મળે છે.
  • કચ્છ રણોત્સવમાં પ્રવાસીઓને સફેદ રણની સાથે-સાથે કચ્છના અલગ-અલગ સંસ્કૃતિક સ્થળોના દર્શન કરાવવા માટે પણ લઈ જવામાં આવે છે.   

 👉 કચ્છના આ રણોત્સવને  "White Desert Festival" તરીકે પણ ઓળખવામાં આવે છે.




Post a Comment

0 Comments