અટલ બ્રિજ (અમદાવાદ)

 અટલ બ્રિજ (અમદાવાદ)

  • ૨૭, ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ધ્વારા અમદાવાદની સાબરમતી નદી ઉપર અટલ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું. 
  • અટલ બ્રિજ એક ફૂટ ઓવર બ્રિજ છે.
  • આ એક સ્ટીલ બ્રિજ છે જેનું નામ ભુતપુર્વ પી.એમ. શ્રી અટલ બિહારી વાજપાયીના નામ પરથી રાખવામાં આવ્યું છે.
  • આ બ્રિજ બનાવવા માટેની મંજૂરી ૨૦૧૮માં મળી હતી.
   
અટલ બ્રિજની ડિઝાઈન
  • આ બ્રિજની લંબાઈ ૩૦૦ મીટર અને પહોળાઈ ૧૪ મિટર જેટલી છે.
  • બ્રિજના બાંધકામમાં આશરે ૨૬૦૦ મેટ્રિક ટન જેટલી સ્ટીલની પાઈપ વાપરવામાંં આવેલી છે.
  • બ્રિજમા છત રંગબેરંગી અને પતંગના અકાર વાળી જોવા મળે છે.
  • આ બ્રિજ પર તમને ફુલોનો બગીચો પણ જોવા મળે છે.
  • અટલ બ્રિજ આશરે ૭૪ કરોરના ખર્ચે બનાવામાં આવેલો છે.  
અટલ બ્રિજ ૨૦૨૦માં


  • અટલ બ્રિજ પર જવા માટે તમારે અમુક રકમ ચુકવવી પડશે. જેમાં ૧૨ થી ૫૯ વર્ષની ઉંમર સુધીના લોકો માટે ટિકિટ ૩૦ રુપિયા રાખવામાં આવેલી છે. જ્યારે સિનિઅર સિટિઝન અને ૩ થી ૧૨ વર્ષના બાળકો માટે ૧૫ રુપિયા ટિકિટ રાખવામાં આવેલી છે.  
  • તમારે અત્યારે આ બ્રિજ પર જવું હોય તો સમય સવારે ૯:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યાનો રાખવામાં આવેલો છે. અને બ્રિજ પર રોકાવા માટેનો સમય ફક્ત ૩૦ મિનિટ જ છે.  એટલે કે તમે ૩૦ મિનિટ સુધી જ આ ફૂટ ઓવર બ્રિજ નિહાળી શકશો.



Post a Comment

0 Comments