ગાય ગૌહરીનો મોળો (દાહોદ)

ગાય ગૌહરીનો મેળો

  • દાહોદ જિલ્લાના જેસવાડા ખાતે ભરાતા ગોળ-ગધેડાના મેળા વિશે આપણે આગળ વાત કરી હતી.
  • પરંતુ આજે આપણે દાહોદમાં જ ભરાતા ગરબાડા તાલુકાના ગાય ગૌહરીના મેળા વિશે વાત કરવાના છીએ.
  • આ મેળાની ઉજવણી દિવાળી પછીના નુતનવર્ષના દિવસે કરવામાં આવે છે. અને આ મેળાની ઉજવણીની એક અનોખી પરંપરા છે.
  • ગરબડા તાલુકામાં તમે આ દિવસે જાઓ એટલે તમને ત્યાંના દ્રશ્યો જોઈ ને અલગ જ અનુભૂતિ થશે. 
  • મેળામાં જતા પહેલા ગામના લોકો ખુલ્લામાં દોડતી ગાયોના ધણ સામે જઈ તેમના દંડવત પ્રણામ કરી આશીર્વાદ લેતા જોવા મળે છે. અને તમે જોશો કે આખા ગામનું પશુધનને તૈયાર કરવામા આવે છે  અને ત્યારબાદ તેમની પૂજા કરીને આ પરંપરાની શરૂઆત થાય છે.
  • ગાય ગૌહરીનો મેળો જોવા દૂર દૂરથી લોકો પધારતા હોય છે. ત્યાંની પરંપરા મુજબ ત્યાંના લોકો ઢોલ અને ફટાકડાની આતશબાજીમાં અનેક પશુઓના ગૌ હાની નીચે ગૌહરી પાડવાની હોય છે અને આ પ્રકારની પરંપરા કેટલાય સમયથી અહીં ચાલતી આવે છે.
  • આ રીતે આ ગાય ગૌહરીનો આદિવાસી મોળો પણ તેમની સંસ્કૃતિ અને પરંપરાને કારણે અલગ જ પ્રકારનો પ્રભાવ પાડે છે. જો તમે આ દિવસે એ બાજુથી જતા હોવ તો આ મેળાની મુલાકાત જરૂરથી લેજો.


Post a Comment

0 Comments