ઝોજિલા ટનલ તેના પ્રોજેકટ પૂર્ણ થયાના ૨ વર્ષ પહેલાં શરૂ કરી દેવામાં આવશે

ઝોજિલા ટનલ


  • કહેવામાં આવે છે કે ઝોજિલા પાસ જ્યાં શ્રીનગર લદાખને જોડતો એક મહત્વનો માર્ગ છે જે ઠંડીની ઋતુમાં બંધ રહેતો હતો પરંતુ ત્યાં એક મહત્વની ટનલ બનાવામાં આવી રહી છે જેનો પ્રોજેકટ પૂર્ણ થવાનો સમય ૨૦૨૬ હતો પરંતુ તેને આપાતકાલીન જરૂરિયાત અને આર્મી ગ્રુપ માટે ૨૦૨૪માં જ શરૂ કરી દેવામાં આવશે.
  • સામાન્ય રીતે કોઈ પણ સરકારી કાર્ય થતું હોય ત્યારે તેનો સમય સંભાવના તારીખના એકાદ વર્ષ લંબાઈ જતો હોય છે. પરંતુ આ ટનલ જેના સંભવિત તારીખથી ૨ વર્ષ પહેલાં જ પૂર્ણ થઈ જશે જે એક સારી વાત કેવાય.
  • અત્યારે આ પ્રોજેકટ પૂર્ણ થવાના આરે જ છે ત્યારે આ જાહેરાત કરવામાં આવી.
  •  ટનલ બનાવની શરૂઆત ૨૦૧૮માં કરવામાં આવી હતી. અને તેનું કાર્ય ખુબજ ઝડપી કરવામાં આવી રહ્યું છે કારણ કે આ જગ્યા લદાખને જોડતી હોવાથી સુરક્ષાના કારણો માટે આ જગ્યા ખૂબ જ જરૂરી બની રહે છે.
  • ઝોજિલા પાસની વાત કરું તો આ પાસ શ્રીનગર અને લદાખને જોડે છે પરંતુ ત્યાં ઠંડીમાં ખૂબ જ બરફ પડે છે અને આ બરફના વાતાવરણને કારણે આ હાઇવે આખી ઠંડીની ઋતુના બંધ જ રહેતો હતો. અને તેના લીધે આ માર્ગમાં કોઈ પણ કાર્ય કરવું ખૂબ જ મુશ્કેલ કે ના બરાબર રહેતું હતું.
  • પરંતુ જો આ ઝોજિલા ટનલનું કાર્ય પૂર્ણ થઈ જાય છે તો આ માર્ગ બારેમાસ ખુલ્લો રહશે અને માર્ગ ખુલ્લો રહેવાના કારણે આર્મીના લોકો પોતાના સાધનો આસાનીથી આ માર્ગમાં લઇ જઈ શકશે અને જેને કારણે આ ટનલ એક મહત્વની ટનલ બની રહે છે.
ઝોજિલા ટનલ વિશે કેટલીક મહત્વની બાબત
  • ઝોજિલા ટનલ શ્રીનગરને લદાખ સાથે જોડે છે. 
  • આ ટનલની લંબાઈ ૧૪.૨૫ કિલોમીટર જેટલી છે. જેને પૂર્ણ થયા પછી ૧૧,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલી સૌથી લાંબી ટનલ કહી શકશે. (અત્યારે અટલ ટનલ સૌથી લાંબી ટનલ છે જે ૯ કિલોમીટર જેટલી લાંબી છે.)
  • ઝોજિલા ટનલ કાશ્મીરના બલતાલ થી લદાખના મીનામાર્ગને જોડે છે. જે રસ્તો હાઇવે દ્વારા અત્યારે પૂર્ણ કરતા ૩-૪ કલાક જેટલો સમય લાગે છે પરંતુ જો આ ટનલ પૂર્ણ થઈ જશે પછી આ માર્ગ પસાર કરતા ફક્ત ૩૦ મિનિટમાં જ લાગશે.
● ઝોજિલા પાસને "બરફના તોફાનનો પર્વતીય પાસ" કહે છે.



Post a Comment

0 Comments