જનહિત યાચિકા (Public Interest Litigation)

જનહિત યાચિકા 

  • જનહિત યાચિકા એટલે જાહેર હિત માટેની અરજી થાય છે. એટલે એક રીતે આપણે કહેવા જઇયે તો એવી અરજી કે જેનો હેતુ ફક્ત ને ફક્ત લોકોના હિતનું રક્ષણ કરવાનો હોય.
  • જનહિત યાચિકાને અંગ્રેજીમાં PIL(Public Interest Litigation) તરીકે ઓળખવામાં આવે છે.
  • અને એવું જરૂરી નથી કે PIL ફક્ત પીડિત વ્યક્તિ દ્વારા જ દાખલ કરવામાં આવે. PIL કોઈ પણ વ્યક્તિ, સંસ્થા અથવા તો ખુદ અદાલત પણ દાખલ કરી શકે છે. પરંતુ આ PIL કોઈ ખાનવી હેતુ માટે ના જ હોવો જોઈએ. તે ફક્ત અને ફક્ત જાહેર હિત માટે જ દાખલ થયેલો હોવો જોઈએ.

PILનો ઉદભવ અને ઇતિહાસની વાત કરીએ તો

  • જાહેર હિત યાચિકા નો સૌ પ્રથમ વાર ઉદભવ અમેરિકામાં ઇ.સ. ૧૯૮૦ની સાલમાં થયો હતો.
  • અને ન્યુયોર્કમાં PILની જેવી જ પ્રથમ વખત "લીગલ એઇડ ઓફિસ" શરૂ કરવામાં આવી હતી. જેનું કાર્ય પણ લોકોના હિતનું રક્ષણ કરવાનું હતું.

ભારતમાં PILની વાત કરીયેતો

  • ભારતમાં ઇ.સ. ૧૯૮૦ પહેલા ફક્ત પીડિત વ્યક્તિને ન્યાય માટે અદાલતમાં જવું પડતું હતું. જેના કારણે જે લોકો ન્યાયાલયને જાણતા ના હોય તેઓ અદાલતમાં નહતા જઇ શકતા જેથી તેમની સાથે અન્યાય થતો. અને જાણકાર વ્યક્તિ જ ન્યાય માટે માગણી કરી શકતો.
  • પરંતુ ઇ.સ. ૧૯૮૦ પછી અદાલત દ્વારા જણવામાં આવ્યું કે PIL માટે ફક્ત પીડિત વ્યક્તિ અરજી કરે તે જરૂરી નથી. અને તેમની હાજરી પણ અદાલતમાં હોવી જરૂરી નથી. તેમના સંદર્ભમાં કોઈ પણ વ્યક્તિ તેમના માટે ન્યાયની માગણી કરી શકે છે.
  • આ બદલાવ માટે જસ્ટિસ પી.એન.ભગવતી અને જસ્ટિસ પી.આર. ક્રિષ્ના જવાબદાર હતા.




Post a Comment

0 Comments