પલ્લીનો મેળો (રૂપાલ)

 પલ્લીનો મેળો


  • આજે આપણે ગુજરાતમાં રૂપાલ ગામે ભરાતા પલ્લીના મેળા વિશે વાત કરીશું.
  • પલ્લીનો મેળો ગુજરાતના પાટનગર ગાંધીનગરથી આશરે ૧૫-૨૦ કિલોમીટર દૂર આવેલ રૂપાલ ગામમાં વરદાયિની માતાના મંદિરે દર વર્ષે આસો નવરાત્રી દરમ્યાન ભરાય છે.
  • અહીં ગામના લોકો વરદાયિની માતાના મંદિરેથી આસો સુદ નોમના દિવસે માતાની પલ્લી ઊંચકીને આખા ગામમાં ફેરવે છે.
  • અહીં મોટી ખાસિયત એ છે કે ગામના લોકો વરદાયિની માતાને પ્રસન્ન કરવા માટે માતાજીની પલ્લી પર ચોખ્ખું ઘી ચડાવે છે. અને તમને જોતા એમ લાગશે કે જાણે ગામમાં ઘીની નદીઓ વહે છે.

  • અને કહેવામાં આવે છે કે તમે ત્યાં જાઓ ત્યારે તમારા પગ ઘીમાં હોય તો પણ તમને ઘીનો અહેસાસ થતો નથી. અને ગામના અમુક લોકો તો આ ઘીને પોતાના ઘર વપરાશ માટે પણ વાપરે છે.
  • આ મેળામાં ફક્ત ગામના લોકો જ નહીં પરંતુ દૂર દૂર થી લોકો જોવા આવે છે.
  • આ પલ્લીના દર્શન કરવા પણ એક સૌભાગ્ય છે.


Post a Comment

0 Comments