સેન્સર બોર્ડ (Central Board of Film Certification)

 સેન્સર બોર્ડ (central board of film certification


  •  મિત્રો તમે ગણી વાર ન્યુઝ પેપરમાં વાંચતા હશો કે આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા કોઈક સર્ટી આપવામાં આવ્યું અને કોઈક વાર તો ફિલ્મ પ્રતિબંધિત પણ જાહેર કરવામાં આવે છે. તો આ સેન્સર બોર્ડ છે શું ? એના વિશે આજે ચર્ચા કરીશું.
  • તો ભારતમાં કોઈ પણ ફિલ્મ પ્રદર્શિત કરતા પહેલા સેન્સર બોર્ડ પાસેથી પ્રમાણપત્ર લેવું જરૂરી છે. અને આ પ્રમાણપત્ર મળ્યા પછી જ કોઈ પણ ફિલ્મ ને થિયેટરમાં રજુ કરવામાં આવે છે.

સેન્સર બોર્ડનો ઇતિહાસ
  • સૌ પ્રથમ ઇ.સ. ૧૯૧૮માં ફિલ્મ સેન્સરશીપ અને સિનેમા લાયસન્સ માટે "ભારતીય સિનેમેટોગ્રાફી એકટ" પસાર કરવામાં આવ્યો હતો.
  • ત્યારબાદ ઇ.સ. ૧૯૧૩ની દાદા સાહેબ ફાળકેની ફિલ્મના ૭ વર્ષ પછી ઇ.સ. ૧૯૨૦માં મદ્રાસ, કોલકાતા અને મુંબઈમાં "બોર્ડ ઓફ ફિલ્મ સેન્સર"ની સ્થાપના કરવામાં આવી. 
  • ત્યારબાદ ઇ.સ. ૧૯૨૭માં ટી.રંગચારીની અધ્યક્ષતામાં "રંગચારી કમિટી"ની સ્થાપના કરવામાં આવી હતી. આ કમિતિનો ઉદેશ ભારતીય ફિલ્મ જગતને પ્રોત્સાહન આપવાનો હતો.
  • ત્યારબાદ ઇ.સ. ૧૯૪૭માં સ્વતંત્રતા બાદ ભારત સરકાર દ્વારા "પાટીલ કમિટી"ની રચના કરવામાં આવી. તે ઉપરની કમિટીના અહેવાલ ને જ પ્રોત્સાહન આપતી હતી.

હાલનું સેન્સર બોર્ડ

  • હાલના સેન્સર બોર્ડની સ્થાપના ૧૫,જાન્યુઆરી,૧૯૫૧ના રોજ અને સિનેમેટોગ્રાફી એકટ, ૧૯૫૨ દ્વારા કરવામાં આવેલ છે. 
  • આ બોર્ડમાં એક અધ્યક્ષ અને ૬ સભ્યો છે. જેની નિમણુંક કેન્દ્ર સરકાર કરે છે.
  • સેન્સર બોર્ડનું વડુંમથક મુંબઇ માં આવેલું છે.
  • વિદેશની ફિલ્મો મુંબઈમાં પાસ કરવામાં આવે છે.

સેન્સર બોર્ડ દ્વારા આપવામાં આવતા પ્રમાણપત્રો વિશે

● સેન્સર બોર્ડ દ્વારા ૪ પ્રકારના પ્રમાણ પત્રો આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

૧) U    :- આનો અર્થ તમામને જોવાલાયક ફિલ્મ.
૨) A    :- માત્રને માત્ર પુખ્તવયના પ્રેક્ષકો માટે.
૩) UA :- બધાને જોવાલાયક પરંતુ ૧૨ વર્ષથી ઓછી વયના
              બાળકોને માતા-પિતાની અનુમતિથી.
૪) S     :- કોઈ વિશેષ વર્ગના વ્યક્તિઓ માટે.




Post a Comment

0 Comments