ASEAN (Association of Southeast Asian Nations) || આસિયાન ( એસોસિએશન ઓફ સાઉથેસ્ટ એસિયન નેશન)

ASEAN

  • મિત્રો, આજે આપણે આસિયાન સંગઠન વિશે ચર્ચા કરીશું.
  • ASEANનું પુરું નામ Association of Southeast Asian Nations છે.
  • આ સંગઠન દક્ષિણ-પુર્વ એશિયાઈ દેશોનું સંગઠન છે.
  • ASEAN સંગઠનનું આદર્શ વાક્ય "વન વિજન, વન આઈડેંટિટી,વન કમ્યુનિટી" છે.
  • 8,ઓગસ્ટટના દિવસને આસિયાન દિવસ તરીકે ઉજવામા આવે છે.
  • આશિયાનનું હેડક્વાટર ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાંં છે. 
ASEAN દેશો
1. ઇન્ડોનેશિયા
2. મલેશિયા
3. સિંગાપોર
4. ફિલીપીંસ
5. બ્રુનેઇ
6. થાઈલેન્ડ
7. વિયેતનામ
8. લાઓસ
9. મ્યાનમાર
10. કંબોડિયા

  • આસિયાનની સ્થાપના ઇ.સ. ૧૯૬૭એ આસિયાન ઘોષણા પત્ર પર તેના સંસ્થાપક રાષ્ટ્રો દ્વારા હસ્તાક્ષર કરવાની સાથે થઈ હતી. આ સંસ્થાપક રાષ્ટ્રોમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલીપીંસ, સિંગાપોર અને થાઈલેન્ડ હતા.
  • ત્યાર બાદ ઇ.સ. 1984માં બ્રુનેઇ, ઇ.સ. ૧૯૯૫માં વિયેતનામ, ઇ.સ. 1997માં મ્યાનમાર અને ઇ.સ. 1999માં કંબોડિયા આસિયાન રાષ્ટ્રો સાથે જોડાયા.
  • આસિયાન રાષ્ટ્ર દ્વારા ઇ.સ. ૧૯૯૫માં દ.પૂર્વ એશિયાને પરમાણું મુક્ત ક્ષેત્ર બનાવવા એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
  • ASEAN દેશોની પ્રથમ સમિટ ઇ.સ. 1976માં ઇન્ડોનેશિયાના બાલી ખાતે યોજવામાં આવી હતી.
  • અને હાલમાં જ આસિયાનની 37મી સમીટ ૧૨,નવેમ્બર,૨૦૨૦ના રોજ વિયેતનામના હેનોઈ ખાતે યોજવામાં આવી હતી. ૨૦૨૦ની બંને સમિટ COVID-19ના કારણે ઓનલાઈન યોજવામાં આવી તી.
  • ૧૨,નવેમ્બર,૨૦૨૦ની સમિટમાં ૧૭મી ભારત આસિયાન સમિટનું આપણા પ્રધાનમંત્રી દ્વારા વિડિઓ કોંફોરસની મદદથી સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં ન.મોદી દ્વારા કોવિડ-૧૯ અસિયાન રિસ્પોન્સ ફંડમાં ૧ મિલિયન ડોલર આપવાની જાહેરાત કરી હતી.
  • આ અગાઉ ૩૬મી સમિટ પણ વિયેતનામના હનોઇ ખાતે યોજાઈ હતી. જે ૨૬, જૂન, ૨૦૨૦ના રોજ યોજાઈ હતી. જે પણ ઓનલાઈન જ યોજવામાં આવી હતી.
  • હવે પછીની 38 અને 39મી સમિટ બ્રુનેઇ ખાતે યોજવામાં આવશે.

Post a Comment

0 Comments