ભારતના આઠ સમુદ્રી બીચને 'બ્લુ ફ્લેગ બિચ'નું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું || બ્લુ ફ્લેગ બિચ

 

  • મિત્રો આજે આપણે 'બ્લુ ફ્લેગ બિચ' સર્ટિફિકેટ વિશે ચર્ચા કરીશું.
  • શુ છે આ બ્લુ ફ્લેગ બિચ સર્ટીફીકેટ ?? 
  • કોના દ્વારા આપવામાં આવે છે ?? વગેરે વિશે અહીં ચર્ચા કરીશું.

વિશ્વના સમુદ્રી કાંઠા વિસ્તારોને આ 'બ્લુ ફ્લેગ બિચ' સર્ટીફીકેટ અમુક માપદંડોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે.
● આ સર્ટિફિકેટ International Organization Foundation FOR Environmental Education (FEE) દ્વારા આપવામાં આવે છે.
● આ સર્ટિફિકેટ મેળવવા માટે સમુદ્રી કાંઠા વાળા વિસ્તારોએ પર્યાવરણની જાળવણી, સ્વચ્છતાં, પ્રવાસીઓ માટે સુવિધા, સલામતી અને દરિયાઈ પ્રદૂષણની જાળવણી જેવા ૩૩ માપદંડોને ધ્યાનમાં રાખવા પડે છે.
● અને જોવા જઈએ તો આ સર્ટિફિકેટ ઘણું મહત્વનુ બની રહે છે. કારણ કે, FEE સંસ્થા સાથે યુ.એન.ની પર્યાવરણની ઘણી બીજી સંસ્થાઓ જોડાયેલી છે. તેથી જો આ સર્ટિફિકેટ પ્રાપ્ત થાય તો પ્રવસીને આકર્ષવા માટે તે ઘણું ઉપયોગી બની જાય છે.
● ૨૦૨૦માં આ સંસ્થા દ્વારા ભારતના આઠ બિચને 'બ્લુ ફ્લેગ બિચ' સર્ટીફીકેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
● આ આઠમાં ગુજરાતના દ્વારકામાં આવેલા 'શિવરાજપુર બિચ'નો સમાવેશ પણ થાય છે.
● ભારતના આઠ બિચની વાત કરીએ તો રાધાનગર બિચ(અંદમાન), ગોલ્ડન બિચ(ઓડિશા), ઋષીકોન્ડા(આંધ્ર પ્રદેશ), પાડુબિદરી(કર્ણાટક), કાસાકરોડ(કર્ણાટક), કપ્પડ(કેરળ), ઘોઘલા(દીવ) અને શિવરાજપુર(દ્વારકા)નો સમાવેશ થાય છે.



Post a Comment

0 Comments