રાષ્ટ્રીય હિન્દી દિવસ || ૧૪મી સપ્ટેમ્બર

 હિન્દી દિવસ


  • ૧૪ સપ્ટેમ્બરના રોજ આખા ભારતમાં રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત ૧૯૫૩માં કરવામાં આવી હતી.
  • ભાષાઓની જાણકારી રાખતી સંસ્થા ઍથનોલોગ પ્રમાણે હિન્દી ભાષા વિશ્વની ત્રીજા નંબરની સૌથી વધારે બોલાતી ભાષા છે. (નોંધ :- આ સંસ્થા પ્રમાણે પ્રથમ નંબર પર અંગ્રેજી અને બીજા નંબર પર ચાઈનીઝ ભાષા છે.)
  • રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવાનું ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. અને ત્યારથી એટલે કે ૧૯૫૩થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
  • એક તથ્ય એ પણ છે કે ૧૪મી સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ હિન્દી ભાષાના પ્રણેતા રાજેન્દ્ર સિંહાનો ૫૦મો જન્મદિવસ હતો અને એમને હિન્દીને ભારતની રાજભાષા કરવા ઘણા પ્રયત્નો કર્યા હતા. તેથી આ દિવસની ઉજવણી ૧૪ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી.
  • ઇ.સ. ૧૯૧૮ના રોજ ગાંધીજી દ્વારા હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવા જણાવ્યું હતું. અને તેમને હિંદીને જનમાનસની ભાષા તરીકે પણ ઓળખાવી હતી.
  • ભારતીય બંધારણના ભાગ-૧૭ના અનુચ્છેદ-૩૪૩ મુજબ સંઘની રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી છે.
  • રાષ્ટ્રીય હિન્દી ભાષા દિવસના રોજ આખા ભારતમાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે સ્કૂલો અને કોલેજોમાં ઘણા કાર્યક્રમો કરવામાં આવે છે.  જેમાં હિન્દી ભાષામાં નિબંધ લેખન, કાવ્ય ગોષ્ઠી, પુરસ્કાર સમારોહ, રાજભાષા સપ્તાહ અને બીજા ઘણા કાર્યક્રમો થાય છે.

Post a Comment

0 Comments