ચિત્ર-વિચિત્રનો મેળો (ગુણભાખરી)

  

  • ચિત્ર-વિચિત્રનો મેળો હોળી પછીના બે અઠવાડિયા પછી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પાસે ગુણભાખરી નામના ગામની નદી કિનારે ભરાય છે.
  • અહીં ગુણભાખરી ગામમાં આકુળ, વ્યાકુળ અને સાબરમતી નદીનું ત્રિવેણી સંગમ છે. આ ત્રિવેણી સંગમના કિનારે એક મંદિર આવેલું છે. ત્યાં મેળાનું આયોજન થાય છે.
  • આ એક મોટો આદિવાસી મેળો છે.
  • આ મેળાની સાથે મહાભારતની એક લોકવાયકા જોડાયેલી છે. કહેવામાં આવે છે કે અહીં રાજા શાંતનુના પુત્રો અને ભીષ્મપિતામહના સાવકા ભાઈઓ ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય આ જ નદી કિનારે રોગમુક્ત થયા હતા તેથી આ નદી પર મેળાનું આયોજન કરવામાં આવે છે. અને ત્યાંના આદિવાસી લોકો આ જગ્યાને પવિત્ર સ્થાન માને છે.
  • મેળામાં આસપાસના વિસ્તારમાંથી ભીલ જાતિના લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે. અને તેઓ તેમનો પરંપરાગત પોશાક પહેરે છે. પુરુષો સામાન્ય રીતે વાદળી રંગનું શર્ટ, ધોતી અને લાલ રંગની પાઘડી પહેરે છે. અને સ્ત્રીઓ ૨૦ યાર્ડ લાંબા ઘાઘરા અને ચાંદીના ઘરેણાં અને સાથે સાથે પાંદડા અને બીજા વનસ્પતિઓ ના ઘરેણાં પણ બનાવીને પહેરે છે. 
  • અહીં જુદી જુદી જાતિના આદિવાસી સમુદાયના લોકો ભેદભાવ ભૂલીને મેળો ઉજવે છે.
  • ચિત્ર-વિચિત્રના મેળામાં સ્ત્રી-પુરુષો પોતાના જીવન સાથીની પસંદગી પણ કરે છે.
  • અહીં ત્રણ નદીના સંગમ સ્થાન પર ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય બન્ને ભાઈઓ રોગમુક્ત થાય હતા. તેથી અહીં શ્રધ્ધાળુઓ પોતાના સંબંધીઓને રોગમુક્ત કરવા માટે બાધા પણ રાખે છે.

Post a Comment

0 Comments