પાંડુરીમાતાનો મેળો || યાહામોગીમાતા || નર્મદા જિલ્લો

 

  • પાંડુરીમાતાનો મેળો નર્મદા જિલ્લાના દેવમોગરામાં ભરાય છે. અહીં દેવમોગરા માતાનું મંદિર પણ આવેલું છે.
  • મેળાનું આયોજન મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવે છે.
  • પાંડુરી માતા જે પાંડવોની માતા કુંતી છે. તેથી આ ક્ષેત્રના આદિવાસીઓ પાંડુરી માતાને પોતાની કુળદેવી માને છે.
  • માતા કુંતીના આખા ભારતમાં ફક્ત બે જ મંદિરો આવેલા છે. ૧). મહેસાણા જિલ્લાના આસજોલમાં અને ૨). નર્મદા જિલ્લાના દેવમોગરામાં આવેલું છે.
  • અહીંના લોકો પાંડુરી માતાને 'યાહામોગીમાતા' તરીકે પણ ઓળખે છે.
  • અહીંના આદિવસી લોકો પોતાની કુળદેવી પાંડુરીમાતાના આશીર્વાદ લઈને પોતાના સારા કાર્યોની શરૂઆત કરે છે.

Post a Comment

0 Comments