ડાંગ દરબારનો મેળો || ડાંગ દરબાર || Dang Darbar's Fair


  • ડાંગ દરબારનો મેળો ડાંગ જિલ્લાના વડુમથક આહવા ખાતે માર્ચ-એપ્રિલ માસની આસપાસ ભરાય છે.
  • આ આદિવાસી મેળો બીજા મેળાઓની જેમ પરંપરાગત ચાલતો મેળો નથી પરંતુ બ્રિટિશ સમયમાં શરૂ કરવામાં આવેલો એક મેળો છે.
  • આઝાદી પછી પણ મેળો ચાલુ જ રાખવામાં આવ્યો છે. અને અત્યારે આ મેળાનું આયોજન જિલ્લાના સત્તાધિકારીઓ તરફથી કરવામાં આવે છે.
  • અહીં મેળામાં ડાંગના સરદારો હાજરી આપે છે જેથી મેળાનું નામ ડાંગ દરબરનો મેળો છે.
  • આ ફક્ત એક મેળો જ નથી પરંતુ ત્યાંના લોકો માટે એક ઉત્સવ છે.
  • અહીં મેળામાં સરદારો રંગબેરંગી આદિવાસી વસ્ત્રોથી સજ્જ હોય છે.જેમની હાજરીમાં અહીં હોળી પણ પ્રગટાવામાં આવે છે.
  • ડાંગ દરબરનો મેળો આદિવસી મેળો છે એટલે અહીં નૃત્યો તો હોવાના જ તો મિત્રો અહીં જાતજાતના ડાંગી નૃત્યો પણ તમને જોવા મળે છે.
  • ડાંગ દરબરનો આ મેળો 3 દિવસનો હોય છે. જ્યાં ત્યાંના લોકો એક ઉત્સવની રીતે ઉજવે છે. અને અહીં પણ બીજા આદિવાસી મેળાની જેમ વર અને વધુ શોધવા માટેનો મંચ આવેલો છે.
  • 3 દિવસનો ભરાતો આ ડાંગ દરબરનો મેળો ત્યાંના આદિવસીની એક આગવી ઓળખ આપણા લોકો ને આપે છે. 
  • અને તેઓ એ જે પોતાની પરંપરા જાળવી રાખી છે. જે અદભુત છે.

Post a Comment

0 Comments