વૌઠાનો મેળો


  • વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા નામના ગામે ભરાય છે.
  • આ મેળો જ્યાં વૌઠા ગામમાં ભરાય છે ત્યાં સાત નદીઓના પાણીનું સંગમ થાય છે. તેને ત્યાંના લોકો પવિત્ર તીર્થ માને છે.
  • આ સાત નદીઓની વાત કરીએ તો, ૧) સાબરમતી, ૨) શેઢી, ૩) મેશ્વો, ૪) વાત્રક, ૫) ખારી, ૬) હાથમતી, ૭) માઝમ  આ સાત નદીઓના પાણી અહીં મળે છે. જેથી આ સ્થળને સપ્ત સંગમ પ્રદેશ પણ કહે છે.
  • આ વૌઠાનો મેળો કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ભરાય છે. 
  • અહીં આ પાંચ દિવસના મેળામાં ૨૫,૦૦૦થી પણ વધારે લોકો ૨૦૦૦+ તાંબું બાંધીને નદી કાંઠે જ રહે છે.
  • નજીકના ગામના લોકો પાંચ દિવસ સુધી અહીં મેળામાં આનંદ લે છે. અને અહીંના લોકોનો પ્રિય ખોરાક ખીચુ અને કચરિયું છે.
  • વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં ભરતા બધા મેળાઓમાં સૌથી મોટો મેળો છે.
  • અહીંયા આ મેળામાં મોટા પાયે ગધેડા અને ઊંટની લે-વેચ પણ થાય છે. તેથી આ એક પશુ મેળા તરીકે પણ પ્રખ્યાત છે



  • આ સ્થળ પ્રાચીન રીતે પણ એટલું જ મહત્વનું છે. કેમકે કહેવામાં આવે છે કે હાલનું ધોળકા પ્રાચીન સમયમાં વિરાટ રાજ્ય હતું જ્યાં પાંડવોએ પોતાનો અજ્ઞાતવાસ વિતાવ્યો હતો.
  • અત્યારે ધોળકામાં ભીમનું રસોડું પણ આવેલું છે.
  • અહીં જુદા જુદા સંસ્કૃતિક અને લોકનૃત્યના કાર્યક્રમો પણ થાય છે.
  • ધોળકાના વૌઠા ગામમાં ભરાતો આ મેળો એક આગવું સ્થાન ધરાવે છે.

Post a Comment

0 Comments