અશોક સ્તંભ વિશે જાણવા જેવું || રાષ્ટ્રીય પ્રતીક


  • ભારતીય બંધારણમાં સારનાથ ખાતે આવેલ અશોક સ્તંભને રાષ્ટ્રીય પ્રતીક તરીકે ૨૬,જાન્યુઆરી,૧૯૫૦ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું.
  • અત્યારે ભારતમાં ચલણી નોટો, રાષ્ટ્રિય દસ્તાવેજો અને સાહિત્યમાં અશોક સ્તંભ તમને જોવા મળતો હશે.
  • આ સ્તંભ મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા બનાવેલા છે.
  • અશોક સ્તંભ વારાણસી નજીક ચુનાર ખાતે બન્યા હોવાનું મનાય છે.
  • તેમને ઘણા સ્થળોએ આવા સ્તંભ બનાવ્યા હોવાનું મનાય છે.
  • આ સ્તંભ ૪૦ થી ૫૦ ફૂટ ઊંચા અને લગભગ ૧૦ ટન વજનના હોવાનું માનવામાં આવે છે. અને તેને એક જગ્યાએ બનાવીને દૂર સુધી લઈ જવામાં આવતા હતા અને સ્થાપના કરવામાં આવતી હતી
  • હાલમાં ભારતમાં આવા ૧૯ અશોક સ્તંભો જ જોવા મળે છે.
  • ઉત્તર પ્રદેશના સારનાથમાં આવેલો અશોક સ્તંભ સારી સ્થિતિમાં જોવા મળે છે. દરેક સ્તંભ પર બ્રાહ્મી લિપિમાં કોતરેલું લખાણ જોવા મળે છે.
  • અશોક સ્તંભ એક બૌદ્ધ શિલ્પ કૃતિ છે. તેમાં ચાર દિશામાં મોં રાખી બેઠેલા ચાર સિંહ જોવા મળે છે. તેમાંથી ૩ સિંહ તમને ચિત્રમાં જોવા મળે છે.
  • આ ચારેય સિંહોની નીચે ૨૪ આરાઓ વાળું અશોક ચક્ર જોવા મળે છે. 
  • આ ચક્રોની વચ્ચે જગ્યામાં વૃષભ, સિંહ, હાથી અને અશ્વ એમ ચાર શિલ્પો આવેલા છે.
  • આ શિલ્પોમાં સૌ પ્રથમ વાર તેમની માતાને સ્વપ્નમાં હાથી આવેલો એટલે હાથીનું શિલ્પ, બુદ્ધ ભગવાનનો જન્મ વૃષભ રાશિમાં થયેલો એટલે વૃષભ, ગૃહત્યાગ સમયે બુદ્ધે કંઠક નામક ઘોડા ઉપર સવારી કરેલી એટલે અશ્વ. અને ચોથું સિંહ એ જ્ઞાન અને શક્તિનું પ્રતીક છે.
  • અત્યારે આ સ્તંભો બિહારના સાંચી, છપરા, ચંપારણ ખાતે આવેલા છે. અને એક સ્તંભ પાકિસ્તાનના ખૈબર પ્રાંતના  રાણી ગેટમાં આવેલ છે.
  • વહીવટી કર્યો માટે અલગ અલગ રંગના રાષ્ટ્રીય પ્રતીકનો ઉપયોગ થાય છે.
      ભૂરા રંગનું પ્રતીક મંત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે.
      લાલ રંગનું રાજ્યસભાના સભ્યો અને અધિકારીઓ દ્વારા
      લીલા રંગનું લોકસભાના સભ્યો દ્વારા.


Post a Comment

0 Comments