ચાડિયાનો મેળો


  • ચાડિયાનો મેળો ગુજરાતમાં વડોદરા, ભરૂચ, દાહોદ, અને પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ દ્વારા ધુળેટીના પછીના દિવસોમાં ભરાય છે.
  • ચાડિયાના મેળામાં એક લાકડાને માનવના રૂપમાં બનાવામાં આવે છે. અને તેના માથા પર નાળિયેર, આંખે કોળિયા અને કપડાં પહેરાવી ઝાડની ડાળી સાથે બાંધવામાં આવે છે. તેના ઉપરથી જ આ મેળાનું નામ પાડવામાં આવ્યું છે.
  • અને હવે ઝાડ ઉપરથી ચાડીયાને ઉતારવા યુવાનો ચડે છે. અને યુવતીઓ ઝાડની આસપાસ પથ્થરો ફેંકી તેમને રોકવાનો પ્રયત્ન કરે છે. 
  • આ ચાડિયાને જે યુવાન ઉતારે તેને વિજેતા જાહેર કરાય છે. અને તેને ઇનામ આપવામાં આવે છે.
  • આ મેળો એક આદિવાસી પરંપરા અનુસાર ભરાતો મેળો છે. જેનું આ બધા જિલ્લાઓમાં એક આગવું સ્વરૂપ છે.

Post a Comment

0 Comments