તરણેતરનો મેળો (સુરેન્દ્રનગર) || ત્રીનેત્રેશ્વર મંદિર

  • તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતર ગામમાં ત્રીનેત્રેશ્વર મહાદેવના મંદિરે ભરાતો મેળો છે.
  • તરણેતરનો મેળો ભાદરવા સુદ ૪,૫,૬ ના દિવસે ભરાય છે. આ મેળામાં એ સમયે ભારત અને વિદેશથી પણ લોકો આવે છે.
  • ત્રીનેત્રેશ્વર નામ સમય જતાં તરણેતરમાં ફેરવાઈ ગયું.
  • આ મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો પણ કહી શકાય. અહીં ગુજરાતની લોક સંસ્કૃતિ અને અલગ અલગ લોકો પણ જોવા મળે છે.
  • તરણેતરના મેળાની મુખ્ય વિશિષ્ટતા સુંદર ભરત ભરેલી રંગબેરંગી છત્રીઓ છે.

  • પૌરાણિક દંતકથાની વાત કરીએ તો પાંડુપુત્ર અર્જુન દ્વારા અહીં સ્વયંવરમાં મત્સ્યવેધ કરી દ્રૌપદીને પામી હતી. એ રસમ આ સ્થળે જ યોજાઈ હોવાનું મનાય છે.
  • હવે આ મેળો જ્યાં ભરાય છે તે ત્રીનેત્રેશ્વર મહાદેવ મંદિર વિશે વાત કરીએ તો.
ત્રીનેત્રેશ્વર મહાવદેવ
  • આ મંદિર સોલંકી કાલના સમયનું હોવાનુ માનવામાં આવે છે.
  • ત્યાર બાદ પ્રતિહાર રાજાઓ મુખ્યત્વે શિવના ઉપાસક હતા. અને કલા અને સંસ્કૃતિના આશ્રયદાતા હોવાનું મનાય છે.
  • અને પ્રતિહાર રાજાઓના શાસનના કારણે પાછળથી આ પ્રદેશ પાંચાલ પ્રદેશ તરીકે ઓળખાયો હતો.
  • ત્રીનેત્રેશ્વર મહાદેવ મંદિરની ત્રણે બાજુ પાણીના કુંડ આવેલ છે.
  • ૧. વિષ્ણુ કુંડ, ૨. બ્રહ્મ કુંડ, ૩. શિવ કુંડ 
  • જેની દક્ષિણમાં એક પાણીનો કુંડ આવેલો છે. અને કહેવામાં આવે છે કે અહીં સ્નાન કરવાથી ગંગા સ્નાન જેટલું ફળ મળે છે.
  • ત્રીનેત્રેશ્વર મહાદેવનું હાલનું મંદિર લખપતના રાજવી કારણસિંહ દ્વારા તેમની પુત્રી કરણબાની યાદમાં ઇ.સ. 1902માં બાંધવામાં આવેલું છે.
  • આ સ્થળને પુરાતત્વીય વિભાગ દ્વારા રક્ષિત સ્થળ જાહેર કરવામાં આવેલું છે.

Post a Comment

0 Comments