ચૂળનો મેળો

  • ચૂળનો મેળો ઘણા બધા આદિવાસી વિસ્તારોમાં થાય છે. અને એનું અનેક ઘણું મહત્વ હોય છે.
  • ચૂળનો મેળો હોળીના બીજા દિવસે ભરાય છે.
  • આ મેળામાં ગામની બહાર એક લંબચોરસ મોટો ચૂલો બનાવામાં આવે છે અને તેમાં અંગારા કરવામાં આવે છે.
  • અને ત્યારબાદ આદિવાસી સ્ત્રીઓ અને પુરુષો એક હાથમાં પાણીનો ઘડો ભરે છે અને બીજા હાથમાં નાળીયેર લઈને એ અંગારા પર ખુલ્લા પગે ચાલે છે.
  • અને કહેવામાં આવે છે આ અંગારા પર ચાલતા હોવા છતાં તેઓ દાઝતા નથી. અને નાળિયેરને અગ્નિમાં હોમેં છે.
  • અહીં એવી માન્યતા છે કે આ રીતે અગ્નિ પર ચાલવાથી તેઓના પરિવારને અને પશુઓની અગ્નિ દેવતા રક્ષા કરે છે.
  • ચૂળનો મેળો જોવાનો અને તેમાં ભાગ લેવાનો એક અદભુત જ લહાવો છે. 
ચૂળનો મેળો

Post a Comment

0 Comments