સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦માં ગુજરાતનું સુરત બીજા ક્રમે

 

  • મિત્રો કાલે સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ની જાહેરાત કરવામાં આવી.
  • સ્વચ્છતા સર્વેક્ષણની આ વખતેની સ્પર્ધામાં કુલ ૪૨૪૨ શહેરો હતા.
  • એમાં ફરી એક વાર મધ્યપ્રદેશનું ઇન્દોર પ્રથમ ક્રમ પર આવ્યું. છેલ્લા ચાર વર્ષથી ઇન્દોર પ્રથમ ક્રમ પર આવે છે.
  • આ પરિણામમાં ગુજરાતનું સુરત શહેર બીજા ક્રમ પર આવ્યું. ગઈ વખતે સુરત ૧૪માં ક્રમે હતું જે આ વખતે સીધુ બીજા ક્રમ પર આવી ગયું. તે એક ગર્વની વાત કહેવાય.
  • ૨૦૨૦ના આ ક્રમાંકમાં ટોપ-૧૦માં ગુજરાતના ચાર મહાનગરો આવે છે. એમાં સુરત બીજો, વડોદરા ચોથો, અમદાવાદ પાંચમા અને રાજકોટ છઠ્ઠા ક્રમ પર આવ્યું.
  • આમાં ૪૭ સ્વચ્છ શહેરોની લિસ્ટમાં બિહારનું પટના અંતિમ ક્રમ પર રહ્યું.
  • આ યાદી કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી મિનિસ્ટ્રી હરદીપસિંહ પૂરી દ્વારા જાહેર કરવામાં આવી. એમા તેમને કુલ ૧૨૯ એવોર્ડની જાહેરાત કરી હતી.
  • ૪૭ સ્વચ્છ શહેરોની યાદીમાં મુંબઈ ત્રીજા ક્રમ પર આવ્યું. 
  • અને જો રાજ્યોની વાત કરવામાં આવે તો ૧૦૦થી પણ વધારે સ્વચ્છ શહેરો સાથે છત્તીસગઢ રાજ્ય પ્રથમ ક્રમાંક પર આવ્યું.
  • આ યાદીમાં દેશની રાજધાનીઓમાં ન્યુ દિલ્હી પ્રથમ ક્રમાંક પર આવ્યું હતું.
  • જો ૧૦ લાખ સુધીની વસ્તીમાં વાત કરીએ તો છત્તીસગઢનું અંબિકાપુર સૌથી સ્વછ શહેર જાહેર કરવામાં આવ્યું અને કર્ણાટકનું મૌસુર બીજા ક્રમ પર.
  • અને જો ૪૦ લાખથી વધારે વસ્તીવાળા શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદનો ક્રમાંક પ્રથમ નંબર પર આવે છે.
ટોપ-૧૦ સ્વચ્છ શહેરો
શહેરો - સ્કોર    
૧. ઇન્દોર -  ૫૬૪૭.૫૬
૨. સુરત - ૫૫૧૯.૫૯
૩. નવી મુંબઈ - ૫૪૬૭.૮૯
૪. વિજયવડા - ૫૨૭૦.૩૨
૫. અમદાવાદ -  ૫૨૦૭.૧૩
૬. રાજકોટ - ૫૧૫૭.૩૬
૭. ભોપાલ - ૫૦૬૬.૩૧
૮. ચંદીગઢ - ૪૯૭૦.૦૭
૯. વિશાખાપટ્ટનમ - ૪૯૧૮.૪૪
૧૦. વડોદરા - ૪૮૭૦.૩૪


Post a Comment

0 Comments