ગુજરાતમાં ૭૦ માળની ઇમારતો || અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા

 

  • મિત્રો ગુજરાતના ૫ મોટા શહેરો અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા, રાજકોટમાં ટૂંક જ સમયમાં તમને મોટી ઇમારતોનું બાંધકામ જોવા મળશે.
  • ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કાલે જ જાહેરાત કરવામાં આવી અને તેમને ગુજરાતમાં ૭૦ માળ સુધી મકાન બાંધવાની છૂટ આપી. અને હવે ગુજરાતમાં પણ દુબઇ અને બીજા મોટા શહેરો જેવી ઇમારતો જોવા મળશે.
  • આ બિલ્ડીંગ બાંધવા માટે સ્ટ્રક્ચર સેફટી, ફાયર સેફટી અને બીજા કેટલાક નિયમો જે બિલ્ડીંગ બનાવાને લગતા હોય તેના અધાર પર મંજૂરી આપવામાં આવશે.

આ મોટી ઇમારતો બાંધવા માટે નીચે પ્રમાણે કેટલાક નિયમો નક્કી કરવામાં આવેલા છે.
  • ઇમારત બનાવવા માટે ૧૦૦ થી ૫૦૦ મીટર ઊંચાઈ માટે ઓછામાં ઓછો ૨૫૦૦ ચોરસ મીટરનો પ્લોટ હોવો જરૂરી બતાવામાં આવ્યો છે.
  • અને જો ૧૫૦ મીટરથી વધુ હોય તો ૩૫૦૦ ચોરસ મીટર જરૂરી છે.
  • ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને અસ્પેક્ટ રેશિયો ૧:૯ હશે તેવા મકાનને જ આ પ્રમાણેની મંજૂરી આપવામાં આવશે.
  • સીજીડીસીઆર પ્રમાણે એફએસઆઈ ૧.૨ કે તેનાથી વધારે હશે તમેને જ મંજૂરી મળશે.
  • અને ૭૦ માળની ઇમારત બનાવવા માટે વધારે માં વધારે ૫.૪ની એફ.એસ.આઈ આપવામાં આવશે.
  • ઝોનની બેઝિક એફ.એસ.આઈ ઉપરાંત વધારાની એફ.એસ.આઈ આપવામાં આવશે. અને તેનો ચાર્જ દરના ૫૦ ટકા અથવા ખુલ્લા બિનખેતીના પ્લોટના દર પ્રમાણે ગણવામાં આવશે.
  • રસ્તાઓ માટે ૩૦ મીટર કે તેનાથી વધુ પહોળા રસ્તાઓ પર જ આ ટાઈપના મકાનો બનાવની છૂટ મળશે.
  • ઇમારતોમાં રહેણાંક અને મનોરંજન અને બીજા કોઈ વાણિજ્ય કાર્ય માટે બનાવી શકાશે.
  • અને મિત્રો અત્યારે ઇલેકટ્રીક વિહિકલને ધ્યાનમાં રાખી દરેક બિલ્ડીંગમાં ઇલેકટ્રીક ચાર્જની સુવિધા ફરજીયાત કરવી પડશે.
તો કઈક આ નિયમોને ધ્યાનમાં રાખી અને પછી ૭૦ માળના મકાન બનાવવાની ચકાસણી માટે જે સ્પેશિયલ ટીમ બનાવામાં આવશે તેમના એપ્રુવલને ધ્યાનમાં રાખી ને જ બધી મંજૂરી આપવામાં આવશે.


Post a Comment

0 Comments