શાહઆલમનો મેળો ( અમદાવાદ)

 

● શાહઆલમનો મેળો અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં ભરાય છે.

● હજરત શાહઆલમ સાહેબ વટવાના પ્રખ્યાત સંત હજરત કુતુબે આલમ સાહેબના પુત્ર હતા.

● અમદાવાદમાં મુસ્લિમ સંતોમાં હજરત શાહઆલમ સાહેબનું નામ પ્રખ્યાત છે. અને આ શાહઆલમનો મેળો તેમની યાદમાં જ ભરાય છે.

● શાહઆલમ સાહેબનું અવસાન ઇ.સ. ૧૪૭૫માં થયું હતું અને તેમની યાદમાં અહીંયા એક રોજો બનાવામાં આવ્યો હતો.

● આ રોજાનું નિર્માણ ઇ.સ. ૧૪૮૩માં તાજખાન નારીયાલી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. જે મહમદ બેગડાના દરબારમાં હતો.

● હજરત શાહઆલમ સાહેબના રોજાની જગ્યા એ જ આ મેળો ભરાય છે.

● શાહઆલમ સાહેબની આ દરગાહ મુસ્લિમ લોકોનું પવિત્ર ધામ ગણાય છે.

● અહીં હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકો મેળામાં જોવા મળે છે.  અને કોમ એકતા જોવા મળે છે.



Post a Comment

0 Comments