ધ્રાંગનો મેળો (કચ્છ)

 

● ધ્રાંગનો મેળો કચ્છ જિલ્લામાં આવેલા ધ્રાંગ નામના ગામે ભરાય છે. આ ગામ પાકિસ્તાનની બોર્ડર પર આવેલું છે.

● આ મેળો મહાશિવરાત્રીના દિવસના રોજ કચ્છમાં ધ્રાંગમાં આવેલ સંત મેકરણ દાદાની સમાધિ સ્થળે ભરાય છે.

● સંત મેકરણ દાદાની સાથે લાલીયો ગધેડો અને મોતિયો કૂતરો કરીને બે સાથીઓ હતા. કહેવામાં આવે છે કે કચ્છમાં રણમાં ભુલા પડેલા લોકોને મોતિયો કૂતરો શોધી લાવતો અને લાલીયા ગધેડાને લઈ મેકરણ દાદા ભુલા પડેલા લોકોને લઇ આવતા હતા. અને તેમને રહેવાની જગ્યા પણ આપતા હતા.

● આ સંત મેકરણ દાદાની સ્મરણમાં જ આ મેળો યોજવામાં આવે છે.

● મેકરણ દાદા કચ્છના આહીર આદિવાસીઓના સમુદાયમાં ભગવાન તરીકે પૂજાય છે. 

● ધ્રાંગના મેળામાં મોટી સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.



Post a Comment

0 Comments