ઉપરકોટનો કિલ્લો || Uparkot fort (જૂનાગઢ)

  • ઉપરકોટનો કિલ્લો ગુજરાતના જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ શહેરમાં આવેલો છે.
  • આ કિલ્લો ઇ.સ.ની દસમી સદીમાં ચુડાસમા શાસક ગ્રહરિપુ ઘ્વારા બાંધવામાં આવેલો છે.
  • અત્યારે ઉપરકોટના આ કિલ્લાની સંભાળ ગુજરાત સરકાર હેઠળ છે.
  • જૂનાગઢમાં આવેલો આ કિલ્લો કેટલાક પ્રાચીન સ્થાપત્યો વિશે આપણને ખ્યાલ આપે છે.
  • આ કિલ્લામાં હિન્દુ, બૌદ્ધ, જૈન, મુસ્લિમ અને નવાબ શાસકોનો ખ્યાલ પણ આપે છે.અહીં બધા ધર્મના સ્થાપત્યો જોવા મળે છે.
  • કિલ્લામાં અડીકડી વાવ અને નવઘણ કૂવો મુખ્ય સ્થપત્યોમાં સ્થાન લે એવા છે.
અડીકડી વાવ
  • કિલ્લાની અંદર બીજી અથવા ત્રીજી સદીમાં બંધાવેલી બૌદ્ધ ગુફાઓ પણ આવેલ છે. જે ગુફાઓ દ્વારા આપણે કહી શકીએ કે બૌદ્ધ સાધુઓ અહીં વસવાટ કરતા હશે.
  • કિલ્લામાં શરૂઆતમાં એક મુખ્ય પ્રવેશ દ્વાર છે. અને દીવાલો 20ફૂટ જેટલી ઊંચી છે.
  • તમે ઉપરકોટ કિલ્લાની પાછળની બાજુએ જાઓતો તમને ગિરનારની ટાળેટીનો અદભુત નજારો જોવા મળે છે.
  • કિલ્લાની અંદર ત્રણ તોપો પણ મળી આવેલ છે.
  • કિલ્લામાં અંદર જતા જમણી સાઈડમાં બે મોટા તળાવ પણ આવેલા છે. કહેવામાં આવે છે કે અહીં થી જ આખા જૂનાગઢમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
  • આ કિલ્લો મોટા વિસ્તારમાં વિસ્તરેલો છે, જેને જોતા તમારે ઘણો સમય નીકળી જાય છે.
  • કિલ્લામાં જ્યાં તોપો મુકવામાં આવેલ છે ત્યાંથી તમને જૂનાગઢ શહેરનું દ્રશ્ય કઈક અલગ જ દેખાય છે.અહીંથી તમને આખું જૂનાગઢ શહેર જોવા મળે છે.
  • હાલમાં જ આ કિલ્લાને રાજ્ય સરકાર દ્વારા 'રાજ્ય રક્ષિત સ્મારક' તરીકે ઘોષિત કરવામાં આવેલ છે.


Post a Comment

0 Comments