વિશ્વ યોગ દિવસ || INTERNATIONAL YOGA DAY

 

  • આજે ૨૧ જૂન ૨૦૨૦ને આપણે યોગ દિવસ તરીકે ઉજવ્યો.
  • આજે યોગ દિવસની સાથે સાથે બીજા મહત્વના દિવસો પણ છે. એમાં, મ્યુઝિક ડે, સેલ્ફી ડે, ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ અને જૂન મહિનાનો ત્રીજો રવિવાર પણ છે જેને આપણે ફાધર્સ ડે તરીકે ઉજવીયે છીએ.
  • ૨૧,જૂન,૨૦૨૦નો આ છઠ્ઠો યોગ દિવસ ઉજવાઈ ગયો.
  • યોગ દિવસ તરીકે સૌ પ્રાથમ શરૂઆત ૨૧,જૂન,૨૦૧૫ એ દિલ્હીમાં કરવામાં આવી હતી.
  • ૨૧,જૂનના દિવસે યોગ દિવસ તરીકે ઉજવાની પહેલ સૌ પ્રથમ વાર નરેન્દ્ર મોદી દ્વારા ૨૭,સપ્ટેમ્બર,૨૦૧૪ના દિવસે સંયુક્ત રાષ્ટ્રમાં કરી હતી.
  • અને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં કયારેય ના બન્યું હોય એવું બન્યું એટલે કે કોઈ દેશ દ્વારા પહેલ મુકવામાં આવી હોય અને ફક્ત ૯૦ દિવસમાં જ પ્રસ્તાવ લાગુ પાડી દેવાયો હોય એવું ઇતિહાસમાં ક્યારેય બન્યું ન હતું.
  • આ દિવસને યોગ દિવસ તરીકે ઉજવાનું મુખ્ય કારણ એ છે કે ૨૧ જૂન એ ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ છે.
  • અને મિત્રો કહેવામાં આવે છે કે યોગને પ્રાચીન ભારતમાં ઘણું મહત્વ આપવામાં આવેલું છે. અને એના દ્વારા કહેવામાં આવે છે કે રોજ યોગ કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે અને આપણું શરીર સ્વસ્થ રહે છે. જેથી રોજ સવારે વહેલા ઉઠીને યોગ કરવો જોઈએ.
૨૦૨૦ની વિશ્વ યોગ દિવસની થીમ :- 
"YOGA AT HOME AND WITH FAMILY"

Post a Comment

0 Comments