મેઘ મેળો (ભરૂચ)


  • આજે આપણે ભરૂચ જિલ્લામાં વરસાદ પહેલા ભરાતા મેઘ મેળા વિશે વાત કારીશું.
  • ભરૂચ જિલ્લામાં ભરાતો મેઘ મેળો જેને આપણે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખીએ છીએ.
  • મેઘ મેળો શ્રાવણ વદ નોમના દિવસેથી લઈને ચાર દિવસ સુધી ભરાય છે.
  • મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાની ભાઇ પ્રજા દ્વારા મેઘરાજાની છડીનો આ ઉત્સવ ઉજવામાં આવે છે.
  • દંતકથા પ્રમાણે જોઈએ તો, એક સમયે ગુજરાતમાં મોટો દુષ્કાળ પડ્યો હતો. ત્યારે મેઘરાજાને મનાવવા માટે ભાઈ જ્ઞાતિના લોકો એ અષાઢી અમાસે મેઘરાજાની મૂર્તિ બનાવી અને તેની પૂજા કરી હતી.અને તેમને પ્રતિજ્ઞા લીધી હતી કે ૨૪ કલાકમાં વરસાદ ન પડે અમે મૂર્તિનું ખંડન કરી દઈશું. અને એટલું બોલતા જ વરસાદ વરસવા લાગ્યો. એ દિવસથી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
  • ભાઈ જ્ઞાતિ દ્વારા મેઘરાજને કુળદેવ માનવામાં આવે છે. 
  • તેઓ મેઘરાજાની મૂર્તિની દસ દિવસ સુધી પૂજા કરે છે અને દશમના દિવસે મૂર્તિને લઇને ગામમાં વારઘોડો કાઢે છે. અને છેલ્લે ગામની બહાર નર્મદા નદીમાં મૂર્તિને પધરવામાં આવે છે.

Post a Comment

0 Comments