વિમાનમાં વપરાતું બ્લેક બોક્સ શું છે ? || Black Box



  • મિત્રો વિમાન ક્રેશ થાય એના પછી તમેં ન્યૂઝ જોયા હશે અને એમાં તમને કહેવામાં આવે છે કે વિમાન કાંઈક આ કારણોસર ક્રેશ થયું હતું.
  • તો એ કારણ કંઈક વિમાનમાં રેકોર્ડિંગ માટે વપરાતા બ્લેક બોક્સથી જાણવામાં આવે છે.
  • તો આજે આપણે બ્લેક બોક્સ વિશે વાત કરવાના છીએ.
  • તો મિત્રો બ્લેક બોક્સ એ એક ઓરેન્જ કલરની પેટી હોય છે.અને એની અંદર કઈક રેકોર્ડીંગ માટેની એક ચિપ હોય છે. 
  • અને બ્લેક બોક્સની અંદર બે સાધનો લગાવેલા હોય છે. એક સાધન જે વિમાનમાં કોકપીટ એટલે કે પાઈલોટની કેબીનની સાથે લગાવેલ હોય છે. અને બીજું સાધન વિમાનના એન્જીન સાથે લગાવેલ હોય છે.
  • જે સાધન કોકપીટ સાથે લગાવેલ હોય છે એ પાઇલોટ અને વિમાનની અંદર જે પણ નાની-નાની વાતચીત થાય છે એ બધી વસ્તુઓનું રેકોર્ડિંગ થાય કરે છે.
  • જ્યારે બીજું સાધન જે એન્જીન જોડે જોડેલું હોય છે એમાં એન્જીનમાં જે પણ પ્રોબ્લેમ થાય છે એ બધાનું રેકોર્ડિંગ થાય છે અને જ્યારે પ્લેન ક્રેશ થાય એ પછી બ્લેક બોક્સ શોધવામાં આવે છે ત્યારે આ બંને નું રેકોર્ડિંગ તપાસવામાં આવે છે. અને એના આધાર પર અનુમાન લગાવામાં આવે છે કે છેલ્લા સમયે વિમાનમાં શુ બન્યું હશે.
  • અને એ અનુમાનના આધાર પર જ તમને આગળની માહિતી ન્યૂઝના માધ્યમથી જણાવામાં આવે છે.
  • મિત્રો બ્લેક બોક્સના ડિઝાઈનની વાત કરીએ તો આ બોક્સ એક ઓરેન્જ કલરની પેટીની અંદર મુકવામાં આવે છે. તેમાં રેકોર્ડ ચીપની ઉપર એક એલ્યુમિનિયમનું લેયર લગાવેલ હોય છે. અને એ ચીપને એક સિલિકાની પેટીમાં મુકવામાં આવે છે જેથી પ્લેનમાં આગ લાગે તો પણ અંદર રહેલી ચીપને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. 
  • અને પ્લેન આટલી ઊંચાઈ પરથી પડે તો પણ કોઈ નુકસાન ન થાય એના માટે એ સિલિકાની પેટીની ઉપર સ્ટેઇનલેસ સ્ટીલની પેટી લગાવેલ હોય છે. જેથી આટલી ઊંચાઈ પરથી પેટી પડે તો પણ કોઈ નુકસાન થતું નથી.
  • અને આ પેટી જ્યારે શોધવામાં આવે ત્યારે અંદરનું રેકોર્ડિંગ સહેલાઈથી મેળવી શકાય છે.
  • ગણી વાર પ્લેન સમુદ્રમાં ક્રેશ થાય તો પણ બ્લેક બોક્સ શોધવામાં આવે એનું મૂળ કારણ એ જ છે કે બોક્સ ની સાઈડ માં એક બેટરી લગાવેલ હોય છે. જે બેટરી ચાર્જ કર્યા વગર 30 દિવસ સુધી ચાલી શકે છે અને એ રડાર પણ છોડે છે અને એ રડારના આધાર પર એનું લોકેશન જાણી શકાય છે. અને સમુદ્રમાં 15000 ફૂટ.અંદર સુધી બ્લેક બોક્સ રડાર છોડ્યા કરે છે. જેથી તેને સહેલાઈથી શોધી શકાય છે.
  • તો મિત્રો આવી ટેકનોલોજીના કારણે જ પ્લેનમાં રોજ નવી નવી સિસ્ટમ વિકસવામાં આવે છે. અને તમારી મુસાફરી સુરક્ષિત થાય છે.

Post a Comment

0 Comments