માણેકઠારી પૂનમનો મેળો(ડાકોર)



  • ખેડા જિલ્લાનાં ડાકોરમાં આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમના દિવસે 'માણેકઠારી પૂનમનો મેળો' ભરાય છે.
  • શરદ પૂનમના દિવસે ભરાતો આ મેળો ત્રણ દિવસ સુધી આખા ડાકોરમાં ભરાય છે.
  • ડાકોર શ્રી કૃષ્ણનું ધામ હોવાથી વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ માટે મોટું તીર્થ કહેવાય છે.
  • ડાકોરમાં ભક્ત બોડાણા અને ભગવાન રણછોડની અનોખી પૌરાણિક કથા જોડાયેલી છે.
  • કહેવામાં આવે છે કે ભક્ત બોડાણા દર પૂનમ ભરવા દ્વારકા જતા હતા. પરંતુ એક પૂનમે કોઈક કારણો સર તેઓ દ્વારકા જઇ શક્યાં નહીં અને તેમને ભગવાનને પ્રાર્થના કરી.જેથી ભગવાન દ્વારકાધીશ તેમની અનન્ય ભક્તિથી પ્રસન્ન થયા અને દ્વારકાધીશ તેઓની મૂર્તિ સાથે ડાકોરમાં આવીને વસી ગયા. ત્યારથી ડાકોર મંદિર રણછોડરાયના ધામ તરીકે પ્રખ્યાત થયું.
  • તમે ડાકોરમાં કોઈ પણ પૂનમે ગયા હોય તો તમને ખબર હશે કે ડાકોરમાં બધી પૂનમેં મેળા ભરાય છે. પરંતુ શરદ પૂનમે ભરાતો આ માણેકઠારીના મેળાનું મહત્વ અલગ જ છે.

Post a Comment

0 Comments