સુશાંત સિંહ રાજપૂત


  • મિત્રો ગઈકાલે એટલે કે ૧૪ જૂન ૨૦૨૦ના રોજ બોલિવુડનો મશહૂર કલાકાર સુશાંત સિંહ રાજપુતે પોતાના બાંદ્રામાં આવેલા લક્સુરિયસ ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી.
  • તો તમે આ ન્યૂઝ તો જાણતાં જ હશો. અને તમને એનું  દુઃખ પણ થયું હશે.
  • તો આજે આપણે એમના વિશે કેટલીક વાતો કરીશું.
  • સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986માં બિહારના પટનામાં થયો હતો.
  • તેમના પિતા સરકારી ઓફિસર હતા. અને માતાનું અવસાન 2002માં થયું હતું. જે વખતે તેઓ 12માં માં હતા.
  • શાળાનો અભ્યાસ પટના સેન્ટર હાઈ સ્કૂલ અને દિલ્હી કોલેજ ઓફ એન્જીનીયરિંગ થી મિકેનિકલનો અભ્યાસ શરુ કર્યો હતો.
  • તેઓ ભણવામાં ખૂબ હોશિયાર હતા. તેમને  AIEEEની પરીક્ષામાં સાતમો નંબર પ્રાપ્ત કર્યો હતો.
  • અને ફિઝિક્સ નેશનલ ઓલિમ્પિયાડ જીત્યો હતો.
  • તથા એક્ટિંગનું સપનું પૂર્ણ કરવા માટે તેમને કોલેજના અંતિમ વર્ષે જ અભ્યાસ છોડી દીધો હતો.
  • તેમને પોતાના કેરિયરની શરૂઆત કોલેજ સમયમાં જ એક ડાન્સ ગ્રુપથી કરી હતી.
  • પરિવારનો વિરોધ હોવા છતાં તેઓ શ્યામક દાવરના ડાન્સ ગ્રુપનો હિસ્સો બન્યા હતા.
  • તેમને પ્રથમ વખત સ્ટાર પ્લસ પર 'કિસ દેશ મેં હૈ મેરા દિલથી' ટીવી કેરિયરની શરૂઆત કરેલી. ત્યાર બાદ તેમણે પવિત્ર રિસ્તા નામની સિરિયલમાં માનવના પાત્ર દ્વારા ઘણી મોટી નામના મેળવી હતી.

★ હવે સુશાંત સિંહના ફિલ્મી કેરિયરની વાત કરીએ તો. ★

  •  તેમને ફિલ્મ લાઈનમાં સૌ પ્રથમ શરૂઆત 2013માં 'કાઇ પો છે'  તેમની પ્રથમ  ફિલ્મ હતી.
  • 2013માં - શુદ્ધ દેશી રોમાન્સ
  • 2014માં - પી કે
  • 2015માં - વ્યોમકેશ બક્ષી
  • 2016માં - એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી
  • 2017માં - રાબતા
  • 2018માં - વેલ કમ ઇન ન્યુયોર્ક
  • 2018માં - કેદારનાથ
  • 2018માં - સોનચીરીયા
  • 2019માં - છીછોરે
  • 2019માં - ડ્રાઇવ
આટલી ફિલ્મ તેમને તેમના કેરિયરમાં કરેલી હતી.




Post a Comment

0 Comments