ગૌતમ બુદ્ધના જીવન વિશે



ગૌતમ બુદ્ધ

  • ગૌતમ બુદ્ધનો જન્મ ઇ.સ. પૂર્વે 566માં નેપાળના કપિલવસ્તુ નગર પાસે લુમ્બિનીવનમાં થયો હતો.
  • તેમનું જન્મ વખતેનું નામ સિદ્ધાર્થ અને ગોત્રનામ ગૌતમ હતું. 
  • તેઓ શાકય કૂળના ક્ષત્રિય હતા. 
  • તેમના પિતા શુદ્ધોધન તેમના કુળના વડા હતા.
  • અને માતા માયાદેવી દેવધવાનાં રાજકુમારી હતાં.
  • તેમનું બાળપણ અને યુવાની ખૂબ સમૃદ્ધિમાં વીત્યું હતું.
  • તેમના લગ્ન 16 વર્ષની ઉંમરે યશોધરા નામની રાજકુમારી સાથે થયાં હતાં.
  • તેમને રાહુલ નામનો એક પુત્ર પણ હતો.
  • ગૌતમ બુદ્ધ એક વખત નગર યાત્રા કરવા નીકળ્યા હતા ત્યારે તેમને એક રોગી,એક વૃદ્ધ, એક શબયાત્રા, અને એક સાધુને જોયા ત્યારથી તેમને દુઃખ,વૃદ્ધાવસ્થા, અને મૃત્યુ માનવ માટે બંધનરૂપ લાગવા લાગ્યા.
  • અને સાધુજીવન જ મુક્તિ અપાવી શકે એવું એમને અનુભવ્યું, એમ વિચારીને એ દિવસે જ એમને સંસારનો ત્યાગ કરી દીધો હતો.
  • ઇતિહાસમાં આ દિવસ 'મહાભિનિષ્ક્રમણ'  તરીકે ઓળખાય છે.
  • ત્યાર બાદ તેમને આશરે 6 વર્ષ સુધી ગુરુઓ,યતીઓ અને તાપસ્વીઓના આદેશ મુજબ કઠોર તપ કર્યું. પણ તમને મુક્તિ માટે સાચો સંદેશ મળ્યો નહિ.
  • ત્યારે બોધગયામાં પીપળાના વૃક્ષ નીચે આસન ગ્રહણ કરી અને નક્કી કર્યું કે જ્યાં સુધી મને જ્ઞાન બોધ પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી હું અહીં જ તપ કરીશ. છેવટે તેમને એક સમયે વૈશાખી પૂર્ણિમાએ બોધિવૃક્ષ નીચે તમને જ્ઞાનની પ્રાપ્તિ થઇ અને તેઓ બુદ્ધ બન્યા.
  • ગોત્રનામ ગૌતમ હોવાથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. 
  • બૌદ્ધ ગ્રંથોમાં તેમને તથાગત અને શાસ્થા શબ્દોથી પણ સંબોધવામાં આવે છે.
  • તેઓ બૌદ્ધધર્મનો પ્રચાર કરતા કરતા 80 વર્ષની ઉંમરે ઇ.સ. પૂર્વે 486માં મલ્લગણ રાજ્યના પાટનગર કુશીનગરમાં નિર્વાણ પામ્યા હતા.

Post a Comment

0 Comments