તાના-રીરી || તાના-રીરી મહોત્સવ (વડનગર)


તાના-રીરી

● વડનગરની બે બહેનો તાના-રીરી શાસ્ત્રીય સંગીતની વિખ્યાત ગાયિકાઓ હતી. 
● કહેવામાં આવે છે કે તાના-રીરી બંને જુડવા બહેનો નરસિંહ મહેતાની પૌત્રી શર્મિષ્ઠાની પુત્રીઓ હતી.
● એક દંતકથા પ્રમાણે કહેવામાં આવે છે કે એક વખત મુઘલ સમ્રાટ અકબરની શાહજાદીને તાનસેન પાસે દિપક-રાગ સાંભળવો હતો. છેવટે તેમના હઠના કારણે તાનસેનને દિપક-રાગ ગાવો પડ્યો હતો. પરંતુ આ રાગ ગાવાના કારણે તાનસેનના શરીરમાં એક દાહ પ્રગટ્યો હતો.
● અને આ દાહ ફક્ત મલ્હાર-રાગ ગાઈને જ મિટાવી શકાય તેમ હતો. ત્યારે તાનસેન મલ્હાર-રાગ ગાઈ શકે એવા ગાયકની શોધ આરંભી હતી. ત્યારે ગણું ફર્યા પછી તેઓ વડનગર આવી પહોંચેલા અને તાના-રીરી બંને બહેનો તેમને જોઈને સમજી ગયેલા કે તેઓ દિપક-રાગથી પીડાઈ રહ્યા છે.
● ત્યારે વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરમાં તાના-રીરીએ મલ્હાર-રાગ ગાઈને તાનસેનને દિપક-રાગના દાહમાંથી મુક્ત કર્યા હતા. અને તાનસેનને આ વાતની જાણ કોઈને ના કરવા કહ્યું હતું.
● ત્યારે તાનસેનને અકબરે દરબારમાં સાજો પાછા ફરતા જોઈ અકબરને આ રહસ્ય જાણવુ હતું. ત્યારે તાનસેને અમુક અમુક વાત કરી હતી. અને અકબરે બંને બહેનોને આગ્રા લાવવા વડનગર સૈનિકોને મોકલ્યા હતા.
● પરંતુ તાના-રીરીએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ મંદિરમાં મૂર્તિ સામે જ ગાશે અને બીજા કોઈને ત્યાં નહીં ગાયે.ત્યારે તાના-રીરીને સૈનિકો તેમને લેવા આવે છે એ  વાતની જાણ થતાં તેઓએ તેમની સાથે જવાને બદલે જળસમાધિ લેવાનું પસંદ કરેલું.
● ત્યારે તેમના નગરમાં સૈનિકોએ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી કરી હતી. પરંતુ પછી અકબરને બધી વાતની જાણ થતાં તેઓ અહીં આવ્યા હતા અને તાના-રીરીના પિતાને માફી માંગી હતી. 
● અને તાનસેનને તાના-રીરીના માનમાં ટુકડાઓની નવી શૈલી વિકસવા કહ્યું હતું.

● હાલમાં ગુજરાત સરકાર દ્વારા વડનગરમાં તાના-રીરીની યાદમાં તાના-રીરી મહોત્સવ ઊજવામાં આવે છે.
● નરેન્દ્ર મોદી દ્વારા પંડીત ઓમકારનાથ સંગીત અને તાના-રીરી એવોર્ડ રજુ કરવામાં આવેલ છે.

Post a Comment

0 Comments