Corona Virus full Information || કોરોના વાઇરસ વિશે જાણકારી

Corona Virus(કોરોના વાઇરસ)

● મિત્રો ચીનમાંથી શરૂ થયેલો કોરોના(COVID-19)ના મૂળ સુધી પહુચવામાં વૈજ્ઞાનિકો હજુ સુધી સફળ નથી થયા. એટલામાં તો વિશ્વના 70 જેટલા દેશોમાં આ રોગનો ફેલાવો થઈ ગયો.

● કોરોના વિશે જણાવું એ પહેલાં કહેવા માંગીશ કે આ રોગની હજુ સુધી કોઈ રસી નથી શોધાઈ કે હજુ સુધી એમ નથી જાણવા મળ્યું કે આ રોગ ક્યાંથી ફેલાયો છે.

● શરૂઆતમાં એવું જાણવા મળતું હતું કે વુહાન શહેરમાં અલગ અલગ જાતના માસ વેંચતા હોવાથી ત્યાંથી આ રોગ ફેલાયો હોઈ શકે. કેમકે  સૌથી વધારે કોરોનાના દર્દીઓ ત્યાંથી જ હતા. પરંતુ હજુ સુધી એ સાબિત નથી થયું કે આ રોગ હકીકતમાં ક્યાંથી ફેલાયો છે.



● મિત્રો ભારતમાં પણ આ રોગના 6 જેટલા કેસ સામેં આવ્યા છે. અને સરકાર પણ તેની સામે લડવા તૈયાર છે.

● દુનિયાની વાત કરીએ તો કોરોનાનો ચેપ લાગ્યો હોય એવા કુલ વિવિધ દેશોના 90,427 લોકો ને ફેલાયો છે. એમાંથી 3118 જણાના મૃત્યુ નોંધાયા છે.

● મિત્રો આ રોગ કોઈ મોટો રોગ નથી. જો તમે શરૂઆતની અવસ્થામાં બહુ સાવચેત રહો તો એનાથી તમે આસાની થી બચી શકો છો.


● કોરોનાના રોગથી સાદા ઈલાજ થી સજા થયા હોય એવા દુનિયાભરમાં 49,945 જેટલા લોકો છે. પણ આ બધાને શરૂઆતના તાબક્કાથી ઈલાજ મળ્યો હતો.

● કોરોનાના કારણે આખા વિશ્વમાં ગણા દેશોની સરહદો પણ બંધ થઈ ગઈ છે. અને ચાઇના એ તો પોતાના ઘણા બધા શહેરોને બંધ કરી દીધા છે.

● અમુક દેશો દ્વારા તો જે દેશોમાં કોરોના હોય એમના વિઝા પણ રદ કરી દેવાની જાહેરાત કરી છે.

● પરન્તુ આ વાઇરસથી ડરવાની જરૂર નથી. ફક્ત તમારે સાવચેત રહેવું જોઈએ. જેમ કે હાથ મિલવાની જગ્યાએ નમસ્તે કરી ને આવકારો આપીએ.

● કોરોનાના કારણે ઘણા દેશોની અર્થતંત્રને પણ અસર પહોંચવામાં પામી છે.

● કોરોનાના કારણે પહેલા જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરી દીધી છે. તમે ખાલી ગૂગલમાં કોરોના વાયરસ સર્ચ કરશો તો SOS emergency એવું લખેલું આવી જશે.


કોરોના વાયરસની શરીર પરની અસરો

● મિત્રો નીચે પ્રમાણેની કોઈ અસર જણાય તો તરતજ નજીકના આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરી ને ઈલાજ લો.
અસરો :- 
- માથાનો દુખાવો
- તાવ કળતર અને આંખોમાં બળતર
- નાક વહેવું, શરદી વધારે પડતી
- ગળામાં સોજો આવી જવો.
- શ્વાસ લવવામાં તકલીફ થવી

અને જો તમે ઈલાજ જલ્દી ના કરવો તો લાંબા ગાળે.
-- ન્યુમોનિયા થઈ જાય અને ફેફસા માં સોજો આવે છે.
-- શ્વાસનળીમાં સોજો.
-- કિડની ફેલ થવી જેવી અસરો જોવા મળે છે.
અને જો રોગ વધારે પડતો આગળ વધી જાય તો મૃત્યુ પણ થઈ શકે છે.

સાવચેતી રાખવા માટેના મુદ્દા

◆ કોરોનાથી બચવા સ્વચ્છતા સૌથી પહેલી જરૂર છે.જેમ કે બહારથી આવી ને તરત હાથ ધોઈ લેવા. કચરો જ્યાં ત્યાં ના ફેકવો. પેશાબ પેશાબઘરમાં જ કરવાનો આગ્રહ રાખવો. જ્યાં ત્યાં થૂંકવું નહીં. વગેરે.
◆ માસ્કનો ઉપયોગ કરવો.
◆ ભીડથી દુર રહેવાનો આગ્રહ રાખવો.
◆ છીંક આવતી હોય અથવા ખાંસી થઈ હોય તો મોઢે રૂમાલથી ઢાંકવાનો આગ્રહ રાખવો.
◆ બીમારી જણાય તો સ્વાસ્થ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.અને બીમારીનો ઈલાજ લાવવો.

મિત્રો કોરોના વાઇરસથી બચવા અને જાણકારી માટે ભારત સરકાર દ્વારા 24*7 હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવેલો છે.
+91-11-23978046


Post a Comment

0 Comments