BS - IV vs BS - VI (Bharat Stage 4 Vs Bharat Stage 6) || (ભારત સ્ટેજ - ૪ Vs ભારત સ્ટેજ - ૬)




BS-IV Vs BS-VI (ભારત સ્ટેજ-૪ અને ભારત સ્ટેજ-૬)

  • મિત્રો, 31માર્ચ2020 પછી ભારતમાં BS4 એન્જીન વાળું વાહન કોઈ વેચી શકશે નહીં અને એનું રજીસ્ટ્રેશન પણ નહીં થઈ શકે.
  • 1 એપ્રિલ, 2020થી ફક્ત BS6 એન્જીનનું જ બળતણ મળશે.(પેટ્રોલ અને ડીઝલ બંને માં BS6 નું બળતણ જ મળશે) 【નોંધ- જો તમારી પાસે BS4 એન્જિન વાળું વાહન હશે તો એમાં BS6 નું બળતણ ચાલશે】
  • સૌ પ્રથમ સરકાર દ્વારા BS4 ના રજીસ્ટ્રેશનની હા પડેલી. પરંતુ ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર BS4ના રજીસ્ટ્રેશન માટે 31 માર્ચ 2020 છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી. તેથી કોઈ પણ નવા અથવા જુના BS4 એન્જીનનું રજીસ્ટ્રેશન 31 માર્ચ 2020 સુધી જ થઈ શકશે.
  • હવે તમને એમ વિચાર આવતો હશે કે અમારે અત્યારે ખરીદવું હોય તો કયું વાહન ખરીદવું. તો એમાં મિત્રો જો તમારે 10-15 વર્ષ માટે વાહન ચલવાનું હોય તો બિન્દાસ BS4 ખરીદો કોઈ વાંધો નથી. કેમ કે 10-15 વર્ષતો વાહન માટે બહુ થઈ ગયા.
  • પરંતુ જો તમારે 2-5 વર્ષ માટે ચલાવાનું હોય તો થોડો સમય રાહ જોઈ ને BS6 એન્જીન વાળું જ વાહન ખરીદો એ સારું રહેશે. 



          

Post a Comment

0 Comments