ભવનાથનો મેળો (ગિરનાર) || Bhavanath Fair

ભવનાથનો મેળો

મિત્રો, ગુજરાતમાં ગણા બધા એવા મેળા થાય છે. જેનું કઈક આગવું જ રહસ્ય છે. આજે હું તમારી સમક્ષ ભવનાથના મેળા ની વાત કરવા જઈ રહ્યો છું.

● ભવનાથ મહાદેવનો મેળો જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિરે ભરાય છે.

● ભવનાથનો મેળો વદ અગિયારસ થી મહાવદ અગિયારસ સુધીના સમયમાં ભરાય છે. આ સમયમાં મહાવદ તેરસ એટલેકે મહાશિવરાત્રીનો દિવસ મહત્વનો દિવસ ગણાય છે.

● મેળામાં મહાશિવરાત્રીના દિવસે નાગાબાવાઓનું સરઘસ નીકળે છે તે માહોલ કઈક અલગ જ હોય છે.

● એ શોભાયાત્રામાં જોડાય એ પહેલાં નાગાબાવાઓ અહીં આવેલા મૃગીકુંડમાં સ્નાન કરે છે.

● કહેવામાં આવે છે કે ભગવાન શિવ ખુદ અહીં સ્નાન કરવા આવે છે.

● મિત્રો ભવનાથના મેળાનો માહોલ જોવા જેવો હોય છે. શિવરાત્રીના દિવસે અહીંના દર્શન કરવાનો માહોલ જ કંઈક અલગ છે.

● તમારે તમારા જીવનમાં આ ભવનાથની તળેટીમાં ભરાતા મેળામાં એક વાર તો જરુરથી જવું જોઈએ. 


Post a Comment

0 Comments