ગોળ - ગધેડાનો મેળો (દાહોદ)

ગોળ-ગધેડાનો મેળો (દાહોદ)

● ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લાના જેસવાડા ખાતે ભરાય છે.

● હોળી-ધુળેટી પછીના દિવસોમાં ભરાતો આ મેળો આદિવાસી લોકોની અલગ જ સંસ્કૃતિનું વર્ણન કરે છે.

● મેળાની વાત કરીએ તો એક મેદાનમાં મધ્યમાં વાંસનો માચડો તૈયાર કરાય છે.અને તેની ઉપર ગોળની પોટલી બાંધવામાં આવે છે. આ પોટલી લેવા આદિવાસી યુવકો ઉપર ચડવા પ્રયત્ન કરે છે. પરંતુ નીચે ઉભેલી સ્ત્રીઓ સોટી વડે તેમને મારી ને ઉપર  ચડતા રોકે છે.  અને આની વચ્ચે જે યુવક પહેલા ગોળની પોટલી ઉતારી લાવે એને વિજેતા માનવામાં આવે છે.

● મિત્રો,  પહેલાના સમયમાં આ યુવકને પોતાની મનપસંદ સ્ત્રી સાથે પરણવાની અનુમતિ આપવામાં આવતી. પરંતુ આ પ્રથા અત્યારે બંધ છે. અત્યારે આ મેળાનું મુખ્ય મહત્વ આનંદ કરવાનું છે.

● ગોળની પોટલી ઉતારી લાવનાર યુવક બધાને ગોળ વહેંચે છે. અને બધા લોકો આનંદ કરે છે.

● આ મેળામાં ગોળ અને સ્ત્રીઓ દ્વારા ગધેડાની જેમ સોટી મારવામાં આવતી હોવાથી તેને ગોળ-ગધેડાના મેળા તરીકે ઓળખવામાં આવે છે.

● આ મેળાને આદિવાસી સંસ્કૃતિનું એક અમૂલ્ય મહત્વ માનવામાં આવે છે.


Post a Comment

0 Comments