હાથી વિશે કેટલાક તથ્યો || Fact about Elephant in gujarati


હાથી વિશે કેટલાક તથ્યો

● મિત્રો વિશ્વમાં હાથીની મુખ્ય બે જાતિઓ જોવા મળે છે. ૧). આફ્રિકન હાથી અને 2). એશિયન હાથી

● એમાં આફ્રિકન હાથીના કાન એશિયન હાથી કરતા 3 ગણા મોટા જોવા મળે છે.

● આ કાન હાથીના શરીરનું તાપમાન જળવાનું કામ કરતા હોય છે.

● તમે માનશો નહીં પણ હાથી 1 દિવસ માં લગભગ 3000 લીટર જેટલું પાણી પી જાય છે. જે એક સામાન્ય માણસ 1500 દિવસમાં પીતો હોય છે.

● હાથી પાણીની વાસ 3 કિલોમીટર દૂરથી પારખી શકે છે.

● હથીના કાન મોટા હોવા છતાં ઓછું સાંભળે છે.

● હાથીના પગના તળિયા જમીનની ધ્રુજારી પરથી દુરનો અવાજ સાંભળી શકે છે.

● હાથી ઓછી ઊંઘ લેતા હોય છે. તે રાત્રે ઉભા ઉભા જ ઊંઘ લઈ લેતા હોય છે.

● હાથીના સૂંઢમાં દોઢ લાખ જેટલા સ્નાયુઓ આવેલા હોય છે. અને તેની ચામડી 1 ઇંચ જેટલી જાડી હોય છે.

● હાથી પાણીમાં સામાન્ય રીતે તરી શકે છે.

● હાથી પોતાની સૂંઢ વડે જમીન પર પડેલી નાની સોય પણ ઉપાડી શકે છે.

● આફ્રિકન હાથીનો ગર્ભકાળ 22 મહિનાનો હોય છે.


Post a Comment

0 Comments