ભારતીય બંધારણનું આમુખ

 

  • આજે આપણે આપણા બંધારણના આમુખ વિશે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ.
  • આમુખને ભારતીય બંધારણની પ્રસ્તાવના તરીકે ઓળખવામાં આવે છે. આમુખ એ બંધારણના અનુચ્છેદની જોગવાઈની શરૂઆત પહેલાની પૂર્વભૂમિકાને સમજાવે છે.
  • આમુખ એ સમસ્ત બંધારણનો સાર દર્શાવે છે.
આમુખના સ્ત્રોત વિશે
  • આપણા બંધારણનું આમુખ એ અમેરિકાના બંધારણીય આમુખ પરથી લેવામાં આવેલું છે.
  • બંધારણમાં આમુખનો સૌપ્રથમ પ્રસ્તાવ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ૧૩, ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ બંધારણ સભા સમક્ષ રજૂ કરાયો હતો અને આ સમસ્ત સભાની સંમતિથી તેને પસાર કરવામાં આવેલ છે.
  • આમુખને ૨૬, નવેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતીય બંધારણની સાથે અપનાવામાં આવ્યો હતો.
● આમુખમાં વપરાયેલ મુખ્ય શબ્દો.
૧) સાર્વભૌમ ૨) સમાજવાદી ૩) બિનસંપ્રદાયિક ૪) લોકતાંત્રિક ૫) પ્રજાસત્તાક ૬) ન્યાય ૭) સ્વાતંત્રતા ૮) સમાનતા ૯) બંધુતા જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો છે.
  • આમુખના મૂળ સ્વરૂપમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા જેવા ત્રણ શબ્દો ન હતા. પરંતુ તેને ૧૯૭૬ના ૪૨માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલ છે.
● આમુખ માટે અલગ અલગ મહાનુભાવોના ભાવાર્થ.
  • આમુખની ડિઝાઇન શ્રી રામમનોહર સિન્હા દ્વારા કરાયેલ હતી તેથી આમુખના જમણા ખૂણામાં દેવનાગરી લિપિમાં "राम" નામની ટૂંકી સહી જોવા મળે છે.
  • કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આમુખને બંધારણના જન્માક્ષર કહ્યા છે.
  • શ્રી એન.એ.પાલખીવાળાએ આમુખને બંધારણનું ઓળખપત્ર કયું છે.
  • પૂર્વ ન્યાયમૂર્તિ એમ.હિદાયતુલ્લાહ આમુખને USAના "Declaration of Independence" સાથે સરખાવે છે.
● આમુખને બંધારણનો ભાગ ગણવા માટે ઘણા પ્રશ્નો ઉદભવેલ છે.
  • પ્રથમ વખત ઇ.સ. ૧૯૬૦ના બેરુબારી કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આમુખને બંધારણનો ભાગ ગણવામાં આવેલ નહતો.
  • પરંતુ ઇ.સ. ૧૯૭૩ના કેશવાનંદ ભારતી કેસને સુપ્રીમ કોર્ટ દ્વારા આમુખને બંધારણનું અંગ ગણાયું છે. 
  • ત્યાર બાદ ૧૯૯૫ના LIC કેસમાં પણ આમુખને બંધારણના અંગ તરીકે ગણવામાં આવ્યું હતું.
★ આમુખ બંધારણનો અંગ હોવાથી તેમાં સુધારો કરી શકાય છે. પરંતુ આ સુધારો એ બંધારણના મૂળ માળખામાં ફેરફાર કરતો હોવો જોઈએ નહીં.



Post a Comment

0 Comments