દાદા હરિરની વાવ

દાદા હરિરની વાવ




  • અત્યારે કોરોના જેવી મહામારીને પગલે ગુજરાતના પ્રવાસ વિભાગને ગણો મોટો ફટકો પડ્યો છે.
  • મિત્રો એમ તો ગુજરાત અને અમદાવાદમાં ગણી બધી વાવ અવેલી છે.
  • ત્યારે આજે આપણે અહિં અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ દાદા હરિરની વાવ વિશે વાત કરવાના છીયે.
  • આ વાવનું નિર્માણ બાઈ શ્રી હરિરે ઈ.સ. 1499માં કરાવ્યુ હતું. જે બાઈ શ્રી હરિર મહમૂદ બેગડાના જનાનખાનામાં ધાવ તરિકે કામ કરતી હતી.
  • આ વાવનું બાંધકામ વખતે મુસ્લિમ અધિકારિઓની દેખરેખ હેઠળ થયું હતું. જ્યારે બાંધકામ હિંદુ કડિયાઓએ કરેલ છે.
  • દાદા હરિરની વાવ સુંદર કોતરણી સાથે કુલ પાંચ માળમાં આવેલી છે.
  • આ વાવની લંબાઈ 76 મીટરની છે. તથા વાવનો મંડપ 5.5 મીટર અને વાવનો કુવો ચોરસ ખૂણામાં જોવા મળે છે.
  • વાવમાં અત્યારના સમયમાં તમને પાણી ભરાયેલ જોવા મળતુ નથી.
  • વાવની શૈલી મુસ્લિમ શૈલી કહી શકાય. કેમકે બાઈ શ્રી હરિર જે એક મુસ્લિમ બાઈ હતા.
  • આ વાવ ભદ્રા પ્રકારની વાવ તરીકે ઓલખાય છે. કેમકે આ વાવ બે મુખી છે.
વાવના પ્રકાર નીચે મુજબ પાડવામાં છે.

વાવના ચાર પ્રકાર

૧. નંદા :- એક મુખ અને ત્રણ મજલા (કૂટ)

૨. ભદ્રા :- બે મુખ અને છ મજલા (કૂટ)

૩. જયા :- ત્રણ મુખ અને નવ મજલા (કૂટ)

૪. વિજયા :- ચાર મુખ અને બાર મજલા (કૂટ)


Post a Comment

2 Comments