શામળાજીનો મેળો || Shamlaji Fair

શામળાજીનો મેળો

● મિત્રો હાલમાં કોરોનાની મહામારીના કારણે આપણા દેશમાં  બધાના હિતને ધ્યાન માં રાખી ને બધા રાજ્યોમાં હાલમાં મેળાઓ બંધ કરી દેવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે.

● આજે હું શામળાજીના મેળાની વાત કરવા જઇ રહ્યો છું. 

● મિત્રો શામળાજીનો મેળો (15 ઓગસ્ટ 2013ના રોજ) નવા બનેલા અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીના કિનારે ભરાય છે.(નોંધ :-  આ અરવલ્લી જિલ્લાને સબરકાંઠા માંથી અલગ કરવામાં આવેલો છે.)

● શામલાજીના મેળા માટેનો મહત્વનો દિવસ કારતાકી સુદ પૂર્ણિમા છે. પરંતુ આ મેળાની શરૂઆત દેવ ઉઠી અગિયારસથી ત્રણ અઠવાડિયા સુધી ભરાય છે.

● શામલાજીના મેળામાં ફક્ત ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન,મધ્યપ્રદેશ અને આખા ભારતમાંથી આદિવાસી લોકો આ મેળામાં આવે છે.

● તેથી આ મેળાને આદિવાસીઓના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે.

● અહીં 'કાળીયા બાવજી' એટલે કે વિષ્ણુ ભગવાનની મૂર્તિ આવેલી છે. તેમના પર શ્રદ્ધાળુઓનો અતૂટ વિશ્વાસ રહેલો છે.

● અહીં આવેલા આદિવાસી સમુદાયના લોકો મેશ્વો નદીમાં સ્નાન કરે છે. અને સાથે સાથે ભજન - કીર્તન પણ કરે છે.

● મિત્રો શામળાજીના મેળામાં તમે પણ જઇ ને દર્શન કરી શકો છો. ત્યાંનો મહિમા કંઈક અલગ જ હોય છે.


Post a Comment

0 Comments